મનોરંજન

લોકડાઉનમાં બોલીવુડના આટલા સ્ટાર બન્યા શાકાહારી, જુઓ કોણ -કોણ છે શામેલ

ઘણા સીતારાઓ ન્યુ નોર્મલનો મતલબ ગ્રીન એટલે કે શાકાહારી છે. ઘણા બૉલીવુડ સિતારાઓએ લોકડાઉનનો ઉપયોગ નોનવેજ છોડીને વેજિટેરિયન બનવામાં કર્યો છે. ઘણા લોકોએ જલવાયુ પરિતવર્તનને લઈને જાગૃતતા ફેલાવવાના હિસ્સા તરીકે શાકાહારી બન્યા છે. તો ઘણા લોકો સ્વાસ્થ્યની દિશામાં નવું પગલાં માંડવા માટે શાકાહારી બન્યા છે. જુઓ સેલિબ્રિટીનું લિસ્ટ જેને લોકડાઉનમાં શાકાહારી બની ગયા હતા.

1.શિલ્પા શેટ્ટી કુંદ્રા

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

એક્ટ્રેસ અને ફિટનેસ લવર શિલ્પાએ જુલાઈમાં ખુલાસો કર્યો હતો કે તે પુરી રીતે શાકાહારી બની ગઈ છે. તેને કહ્યું હતું કે, જાનવરોને ભોજન માટે મારી નાખવાથી ફક્ત જંગલનો જ નષ્ટ નથી થતો પરંતુ આ જલવાયુ પરિવર્તનની પાછળનું પણ મુખ્ય કારણ છે. આ સિવાય શાકાહારી બનવું આપણા સ્વાસ્થ્ય માટે સૌથી સારો બદલાવ છે.

2.ભૂમિ પેડનેકર

 

View this post on Instagram

 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar) on


બૉલીવુડ એક્ટ્રેસ અને પર્યાવરણ વિદ ભૂમિ પેડનેકરએ લોકડાઉન દરમિયાન શાકાહારી બની ગઈ હતી. ભૂમિ વેજિટેરિયનને પસંદ પણ કરી રહી છે. ભૂમિએ જણાવ્યું હતું કે, મને શાકાહારી બન્યાને 6 મહિના થઇ ગયા છે, હું અપરાધમુક્ત મહેસુસ કરું છું. શારીરિક રૂપથી બહુ જ મજબૂત મહેસુસ કરું છું. હું ઘણા વર્ષથી આ પગલું ભરવા માંગતી હતી. પર્યાવરણ વોરિયર સાથે કામ કર્યા બાદ મને નવી વસ્તુ શીખવા મળી છે.

3.જેનેલિયા દેશમુખ

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad) on

લોકડાઉન વચ્ચે જેનેલિયા દેશમુખએ કહ્યું હતું કે, મેં થોડા વર્ષ પહેલા શાકાહારી બનવાનો ફેંસલો કર્યો હતો તે થોડો કઠીન હતો, પરંતુ હું શાકાહારી બનવા માટે મક્કમ હતી. મને ઝાડની સુંદરતાનો અહેસાસ થયો હતો. બાદમાં મેં તેનાથી મળનારા પોષક તત્વ પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું હતું અને સૌથી મોટી વાત મને એ લાગી કે જાનવર પ્રત્યે હું ઓછી ક્રૂર છું.

4.રિતેશ દેશમુખ

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd) on


આ મહિનાની શરૂઆતમાં જ રિતેશ જણાવ્યું હતું કે, તેને નોન વેજ, બ્લેક કોફી અને ગેસવાળું પીણું છોડી દીધું છે. આ સાથે જ કહ્યું હતું કે, હું મારા શરીરને સ્વસ્થ રાખવા માંગુ છું. હું મારા અંગોનું દાન કરવા માંગુ છું તેથી અંગદાનના સમયે લોકોએ કહેવું જોઈએ કે ‘જતા-જતા સ્વસ્થ અંગ છોડીને ગયો.’

5.સંજય દત્ત

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

એપ્રિલમાં ખબર પડી કે એક્ટરે નોનવેજ છોડી દીધું છે અને આ સિવાય ઘણા સેલિબ્રિટી છે જે પહેલા શાકાહારી બની ચુક્યા છે. જેમાં અક્ષય કુમાર, શાહિદ કપૂર, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, શ્રદ્ધા કપૂર, મલાઈકા અરોરા શામેલ છે.