મનોરંજન

સલમાનથી લઈને અમિતાભ સુધી 9 બૉલીવુડ સ્ટાર્સ હેર ટ્રાન્સપ્લાન્ટ પર કરી ચુક્યા છે લાખો રૂપિયાનો ખર્ચ, થઇ રહ્યા હતા ટાલિયા

ટાલિયા થઇ રહેલા 9 ફિલ્મ સ્ટાર્સએ લાખો રૂપિયા ખર્ચીને કરાવ્યું હતું હેર ટ્રાન્સપ્લાન્ટ

બૉલીવુડ એક્ટ્રેસ ખુબસુરતી મામલે કોઈ કચાસ છોડતા નથી. એક્ટ્રેસો ખુબસુરતી વધારવા માટે કોસ્મેટિક સર્જરી પણ કરાવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, લુકમાં બદલાવ લાવવા માટે એકટર પણ સર્જરી કરાવે છે. બોલીવુડના ઘણા એક્ટરોએ સર્જરીનો સહારો લીધો છે. અમિતાભથી લઈને અક્ષય કુમાર, સલમાન ખાન થી લઈને સંજય દત્ત સુધી ઘણા એવા એક્ટરો છે જેને હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવી છે.

1.હિમેશ રેશમિયા

Image source

બહુ પ્રતિભાશાળી હિમેશ રેશમિયાએ સિંગિંગ બાદ એક્ટિંગમાં પોતાનો હાથ અજમાવવા માંગતો હતો. એક તરફ, તેમને ફિલ્મોની ઓફર મળી રહી હતી, બીજી બાજુ તેઓ તેમના વાળ ગાયબ થઈ રહ્યા હતા. આખરે એક્ટિંગ હેન્ડસમ લુક દેખાવવા માટે હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવી હતી. જોકે તેને અભિનયમાં કોઈ ખાસ સફળતા મળી નથી, પરંતુ સર્જરી બાદ તે અલગ જ અંદાજમાં જોવા મળે છે. હિમેશ રેશમિયા જેનાથી ઘણો ખુશ છે.

2.ગોવિદા

Image source

હીરો નંબર વનનો ગોવિંદા તેના જમાનાનો ચાર્મીંગ એક્ટર પૈકી એક છે. ગોવિંદા આજે પણ તેના ડાન્સના મૂવ્સથી ઘણા લોકોને દીવાના બનાવે છે. ગોવિંદા જયારે તેની કરિયર પર પીક પર હતો તયાતે તેના વાળ જલ્દીથી ખરવા લાગ્યા હતા. તે સમયે ગોવિંદા એક હીરો તરીકે બહુ જ હિટ હતો. ઝડપથી વાળ ખરીદવાને લઈને તે ટેન્શનમાં આવી ગયો હતો. માહિતી અનુસાર, તે સમયે સલમાન ખાને જ ગોવિદાને દુબઇ જઈને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી. ગોવિંદાએ પણ સલમાનની વાત માનીને ફિલ્મોથી બ્રેક લઈને દુબઇ જઈને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. આજે ગોવિદાના માથા પર જે કાળા વાળ જોવા મળી રહ્યા છે હેર ટ્રાન્સપ્લાન્ટને કારણે છે.

3.સલમાન ખાન

Image source

54 વર્ષીય દબંગ ખાન એટલે કે સલમાન ખાનના માથા પર જે વાળ દેખાઈ છે તે હર રેસ્ટોરેશન સર્જરીનો કમાલ છે. 2003માં સલમાન આગળથી ટાલિયો થવા લાગ્યો હતો ત્યારે તેને ડર લાગતો હતો કે, કે વાળને કારણે તેની કરિયર બરબાદ ના થઇ જાય. આખરે તેને ભારતમાં હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. આ સર્જરી સફળ થઇ ના હતી. આ બાદ સલમાને દુબઇ જઈને ફરીથી સર્જરી કરાવી હતી. સલમાનની આ ટ્રીટમેન્ટ લગભગ 5થી 6 વર્ષ સુધી ચાલી હતી. જેના કારણે તે વારંવાર દુબઇ જતો હતો.

4.રણબીર કપૂર

Image source

બોલીવુડના મોસ્ટ ડિમાન્ડિગ એક્ટર રણબીર કપૂરના વાળ બહુ જ નાની ઉંમરમાં ખરવા લાગ્યા હતા. એક સમય એવો પણ આવ્યો હતો કે, રણબીર કપૂરને ટાલિયાપણાનો ડર લાગતો હતો. રણબીર કપૂર કરિયરની શરૂઆતમાં કોઈ રિસ્ક લેવા માંગતો ના હતો. રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ બાદ 2007માં રણબીર કપૂરે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી. આજે તે લાખો યુવાનોનં દિલની ધડકન બની ગયો છે.

5.અક્ષય કુમાર

Image source

બોલીવુડના સૌથી ફિટ અને ખેલાડી સ્ટાર અક્ષય કુમાર 40ની ઉંમર પાર  કર્યા બાદ ટાલિયાપણાનો શિકાર થવા લાગ્યા હતા. ટાલિયાપણાથી પરેશાન થઈને અક્ષયકુમારે લાંબા સમય સુધી વિગ પહેરી હતી. બાદમાં તેને એફ્યુટી એટલે કે ફોલિકલ યુનિક ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. આ એફ્યુટી હેર રેસ્ટોરેશન સર્જરીની એક ટેક્નિક છે, જે સુરક્ષિત માનવામાં આવે છે.

6.અક્ષય ખન્ના

Image source

‘દિલ ચાહતા હૈ’, ‘હલચલ’ જેવી ફિલ્મોમાં નજરે આવી ચૂકેલા અક્ષય ખન્નાએ ખૂબ જ નાની ઉંમરે વાળ ગુમાવી દીધા હતા.આ જ લુકમાં તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. પરંતુ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં રહેવા માટે તેણે હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું હતું. એ વાત જુદી છે કે સર્જરી પછી પણ તેના માથા પર વાળ ખૂબ ઓછા છે.

7.અમિતાભ બચ્ચન

Image source

આ ઉંમરમાં અમિતાભ બચ્ચનમાં ભલે જુવાનો જેવું જોશ હોય અને એનર્જીથી ભરપૂર નજરે આવતા હોય. એક સમય એવો પણ તો કે વધતી ઉંમરને લઈને વાળ ઓછા થઇ ગયા હતા. આ બાદ બીગ-બીએ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનો સહારો લીધો હતો. બીગ-બીએ વર્ષ 2000માં કૌન બનેગા કરોડપતિમાં નવી હેર સ્ટાઇલથી કમ બેક કરી ફરી સ્ટારડમ હાંસિલ કર્યું હતું.

8.સંજય દત્ત

Image source

એક સમય એવો હતો જ્યારે સંજય દત્તના વાળ ખભા સુધી હોય તેની સ્ટાઇલ માટે લોકપ્રિય હતો. તે સમયે નાના છોકરાઓ પણ તેની હેર સ્ટાઇલ અપનાવી રહ્યા હતા. મતલબ કે તેની હેરસ્ટાઇલ તે સમયે ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ હતી. પરંતુ પાછળથી આ જ વાળ ટેન્શનનું કારણ બની ગયા. તેના વાળ ઝડપથી ખરવા લાગ્યા હતા. છેવટે સંજય દત્તે અમેરિકા જઈ સ્ટ્રીપ સર્જરી કરાવી હતી. ફિલ્મ ‘અગ્નિપથ’ માં બોલ્ડ લુકમાં જોવા મળેલા સંજય દત્તને બાદમાં એફ્યુટી એટલે કે ફોલિકલ યુનિટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.

9.કપિલ શર્મા

Image source

કોમેડી નાઈટ્સ વિથ કપિલથી જાણીતા થયેલા કોમેડીના બેતાજ બાદશાહ કપિલ શર્માએ જ્યારે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેના માથા પર એટલા ઓછા વાળ હતા લગભગ ટાલ જ પડવા લાગી હતી. કપિલ ખુદ તેના ખરતા વાળને લઈને ખૂબ જ પરેશાન હતો. ટીવીની દુનિયામાં એન્ટ્રી કર્યા બાદ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. કહેવામાં આવે છે કે, ફરીથી વાળ મેળવવા માટે રોબોટિક હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની સહાયતા પણ લીધી હતી. કપિલ શર્માએ વાતથી ઇન્કાર કરી દીધો છે. પરંતુ કપિલની પહેલાની અને અત્યારની તસ્વીર જોઈને ખબર પડી શકે છે.