પોતાનું બાળપણ દરેકને પ્રિય હોય છે, એ સામાન્ય માણસ હોય કે સેલેબ્રીટી. આપણે પણ આપણા બાળપણની કોઈ તસ્વીર જો ક્યાંકથી મળી જાય તો આપણે પણ રાજીના રેડ થઇ જતા હોઈએ છીએ. ત્યારે બોલીવુડના કેટલાક સિતારાઓ પણ પોતાના બાળપણની ખાસ તસવીરો પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કરતા રહે છે. આજે અમે તેમને એવા જ 5 સીતારાઓના બાળપણની તસવીરો બતાવીશું જેને તેમને ચિલ્ડ્રન ડે નિમિત્તે પોસ્ટ કરી હતી.
View this post on Instagram
1. બિપાશા બસુ:
બોલીવુડની બ્લેક બ્યુટી તરીકે ઓળખાતી અભિનેત્રી બિપાસા બસુએ પણ પોતાના બાળપણની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે.
View this post on Instagram
બિપાસા આ તસ્વીરોમાં ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે. એક તસ્વીરમાં તેને ઓળખવી પણ મુશ્કેલ બને છે તો બીજી કે તસ્વીરમાં તેને બાળપણમાં દુલ્હનનો શણગાર સજેલી અને સાથે હાલની દુલ્હનના લિબાસમાં તૈયાર થયેલી તસ્વીર શેર કરી છે.
View this post on Instagram
2. કરિશ્મા કપૂર:
એક સમયની બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કરિશ્મા કપૂરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના બાળપણની તસ્વીર શેર કરી છે. જેમાં તે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે.
View this post on Instagram
3. અનન્યા પાંડે:
બોલીવુડની ખુબ જ સુંદર અદાકારા અભિનેત્રી અનન્યા પાંડેએ પણ પોતાના બાળપણની તસ્વીર ઇંન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જેમાં તે ખુબ જ ક્યૂટ દેખાય છે.
View this post on Instagram
4. શ્રદ્ધા કપૂર:
અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં બોલીવુડમાં ખુબ જ મોટું નામ ધરાવે છે. તેને પણ ચિલ્ડ્રન ડે નિમિત્તે પોતાના બાળપણની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
View this post on Instagram
5. પુલકિત સમ્રાટ:
અભિનેતા પુલકિત સમ્રાટે પણ પોતાના બાળપણની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જેમાં તે કનૈયો બનેલો જોવા મળી રહ્યો છે અને ખુબ જ ક્યૂટ દેખાય છે.