મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીનો જન્મ દિવસ ઉજવવા માટે જામનગરમાં સેલેબ્રિટીઓનો જમાવડો, જુઓ તસવીરો

જામનગરમાં મુકેશ અંબાણીના પૌત્રની જન્મદિવસની પાર્ટીમાં સ્પેશિયલ નેધરલેન્ડથી રમકડાં આવશે, જુઓ તસવીરો

દેશમાં સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીનો જન્મ દિવસ જામનગરની અંદર ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ જન્મ દિવસની ઉજવણીમાં ક્રિકેટ જગત અને બોલીવુડના ઘણા સેલેબ્રિટીઓ પણ આવવાના છે, અને હાલ જામનગર એરપોર્ટ ઉપર સેલેબ્રિટીઓની ચહલ પહલ પણ જોવા મળી રહી છે.

મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના પુત્ર પૃથ્વી અંબાણીનો જન્મ દિવસ આજે જામનગરમાં ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ જન્મ દિવસની ઉજવણીમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે 120 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જામનગર એરપોર્ટ ઉપર આજે સવારથી જ સેલેબ્રિટીઓ સ્પોટ થઇ રહ્યા છે.

આજે જામનગર એરપોર્ટ ઉપર મુંબઈ ઇન્ડિયન ટીમના કપ્તાન રોહિત શર્મા તેમની પત્ની રિતિકા અને પુત્રી સમાયારા જોવા મળ્યા હતા. આ દરમિયાન રોહિત શર્માએ દીકરી સમાયરાને હાથમાં ઊંચકી રાખી હતી અને એરપોર્ટ ઉપર તેમને પીકઅપ કરવા માટે આવેલી કારમાં તે બંને બેસી અને સ્થળ ઉપર જવા માટે રવાના થયા હતા.

આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી અને મુંબઈ ઇન્ડિયનનો એક મહત્વનો ભાગ બનેલા ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા પણ તેની પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે જામનગર એરપોર્ટ ઉપર સ્પોટ થયા હતા. આ દરમિયાન હાર્દિક ખુબ જ ખુશ જોવા મળી રહ્યો હતો.

રોહિત અને હાર્દિક ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સના કોચ તેમજ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન પણ તેની પત્ની સાગરિકા ઘોષ સહિતના મહાનુભાવો ચાર્ટર્ડ પ્લેન મારફતે જામનગર આવી પહોંચ્યા હતા.

ક્રિકેટરો આજે જામનગર આવી રહ્યા હોવાની જાણ થતાં જ તેમના ચાહકો તેમની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર દોડી ગયા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સાંજ સુધીમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર સહિતના સેલેબ્રિટીઓ પણ જામનગર પહોંચી શકે છે.

મુકેશ અંબાણીના પૌત્રનો જન્મદિવસ જામનગરમાં મનાવવાના છે. જાણીતી સેલિબ્રિટીઓ જામનગરના મહેમાન બનવાના હોઈ, એરપોર્ટ પર ચહલ-પહલ જોવા મળી રહી છે. સેલિબ્રિટીઓ માટે એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

પૌત્ર પૃથ્વીના પ્રથમ જન્મદિવસને યાદગાર બનાવવા માટે અંબાણી પરિવારે ગ્રાન્ડ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. જામનગરના એક ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણીની ખાસ તૈયારી કરવામાં આવી છે.

Niraj Patel