100 કરોડ રૂપિયા વાર્ષિક કમાય છે સુનિલ શેટ્ટી, હોટેલ રેસ્ટોરંટથી લઈને આવા ધંધા છે
બોલિવૂડ કલાકારોની કમાણીની વાત કરવામાં આવે તો તેઓ તેમની અભિનય તેમજ અન્ય ધંધાથી ઘણી કમાણી કરે છે. હા, બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર્સ છે જે અભિનયની સાથે સાથે પોતાનો બિઝનેસ પણ કરે છે. ઘણા કલાકારો મોટાભાગે હોટલ અને રેસ્ટોરન્ટમાં પૈસા લગાડે છે. દિલ્હી, મુંબઇ સહિત અનેક જગ્યાએ સ્ટાર્સની લક્ઝુરિયસ હોટલો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો જાણીએ સ્ટાર્સની સાઈડ બિઝનેસ વિષે.
1 સુનીલ શેટ્ટી

બોલીવુડ એક્ટર કે જેને લોકો અન્નાના નામે ઓળખે છે સુનિલ શેટ્ટી ‘મિસચીફ રેસ્ટોરન્ટ’ અને ‘બાર H20’ ના માલિક છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુનિલ વાર્ષિક 100 કરોડ રૂપિયાની કમાઈ કરે છે. સુનિલ પાસે ઘણા ફ્લેટ, ગાડીઓ, કાર, બાઇક, રેસ્ટોરાં છે. આ સિવાય તેમની પાસે પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ નામનું એક પ્રોડક્શન હાઉસ છે જેમાં ‘ખેલ’, ‘રખા’, ‘ભાગમભાગ’, ‘મિશન ઇસ્તંબુલ’ અને ‘ઇએમઆઈ’ જેવી ફિલ્મો છે.
2. ડીનો મોર્યા

અભિનેતા ડીનો મોર્યાનું નામ પણ આ સૂચિમાં શામેલ છે. એક્ટર છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ જગતથી દૂર છે. અભિનેતા મુંબઇમાં ‘ક્રેપ સ્ટેશન’ નામના કાફેની માલિક છે. અહીં આવતા લોકોને સ્વાદિષ્ટ યુનોપિયન ભોજન અને ક્રેપ્સ પીરસવામાં આવે છે. લોકોને ડીનોના આ કેફેમાં આવવું ખુબ જ પસંદ છે. આ કાફે અંદરથી એકદમ વૈભવી છે.
3. અર્જુન રામપાલ

બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલે અભિનય અને મોડલિંગના વ્યવસાયમાં પણ પોતાનો સિક્કો અજમાવ્યો છે. તેમણે 2009 માં દિલ્હીના ચાંક્યાપુરીમાં ‘લૈપ લાઉન્જ’ નામનું એક બાર ખોલ્યું છે. આ બાર દિલ્હીમાં એકદમ પ્રખ્યાત છે અને અંદરથી ખૂબ આલીશાન પણ છે.
4. નાગાર્જુન

સાઉથના સુપરસ્ટાર અભિનેતા નાગાર્જુન પાસે પણ ‘એન્ગ્રીલ’ નામનું રેસ્ટોરન્ટ છે. તેની રેસ્ટોરન્ટ ઘણી વિશેષતાઓથી ભરેલું છે. આ રેસ્ટોરન્ટનો અંદરથી એટલું સુંદર છે કે લોકો તેને જોતા જ રહી જાય છે. જો તમે ઇટાલિયન વાનગીઓ ખાવાના શોખીન છે, તો તમને ભારતમાં આનાથી વધુ ઉત્તમ કોઈ રેસ્ટોરન્ટ ભાગ્યે જ મળશે. આ રેસ્ટોરન્ટના રસોડામાં તમને પુષ્કળ ઇટાલિયન વાનગીઓ મળશે, બીજી ત્યારે તે તમને એક લોજની અનુભૂતિ પણ કરાવે છે.
5. આશા ભોંસલે

બોલિવૂડની જાણીતી ગાયિકા આશા ભોંસલેને ખાવાનું ખૂબ પસંદ છે, તે રસોઈમાં બનાવવામાં પણ નિષ્ણાત છે. આશા તેના શોખને કારણે આ બિઝનેસમાં આવી. આશા રેસ્ટોરન્ટની એક પુરી ચેન છે. ભારત સિવાય અન્ય દેશોમાં પણ તેના રેસ્ટોરન્ટ છે. દુબઇમાં ખોલેલું તેનું રેસ્ટોરન્ટ ખુબ જ લોકપ્રિય છે.
6. બોબી દેઓલ

એક્ટર બોબી દેઓલની હોટલ ‘સિમ્પલેસ એલ્સ’ મુંબઇના અંધેરીમાં આવેલી છે. આ સ્થાન એટલું સુંદર છે કે કોઈ અહીં તેના પરિવાર સાથે સારો સમય વિતાવી શકે છે. આ હોટલમાં સ્વાદિષ્ટ ભારતીય અને ચાઈનીઝ વાનગીઓ પીરસવામાં આવે છે. આ હોટલને બોબીએ ખુબ જ સુંદરતાથી બનાવી છે.
7. ચંકી પાંડે

ચંકી પાંડે બોલિવૂડનો જાણીતો અભિનેતા છે. ફિલ્મોમાં અભિનયની સાથે સાથે તેમણે પોતાનો વ્યવસાય પણ શરૂ કર્યો. ચંકી પાંડેની મુંબઈમાં પોતાની રેસ્ટોરન્ટ છે, જેનું નામ ‘એલ્બો રૂમ’ છે. તેમાં તમને બ્રિટીશ પબવળી અનુભૂતિ થાય છે.
8. પેરીઝાદ જોર્બિયન

અભિનેત્રી પેરિઝાદ જોરાબિયનને યાદ તો હશે જ બધાને. જણાવીએ કે, પ્રથમ ફિલ્મ પછી, પેરીઝાદે વધુ ઘણી ફિલ્મો કરી પણ તેણે કંઇ ખાસ ચાલી નહીં. ટીવી જગતમાં પણ તેણે પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ ત્યાંથી પણ તેને નિરાશા હાથે આવી અને પછી અચાનક એક દિવસ તેણે ફિલ્મોને અલવિદા કહી દીધી. અને તેને પછી અભિનેત્રીએ વ્યવસાયમાં હાથ અજમાવ્યો અને હાલમાં તે મુંબઇમાં ‘ગોંડોલા’ નામની એક રેસ્ટોરન્ટની માલકીન છે.
9. શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી પણ આ યાદીમાં સામેલ છે. શિલ્પા મુંબઇમાં ‘ક્લબ રોયલ્ટી’ની પણ માલકીન છે. જે એકદમ સુંદર છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.