ખબર મનોરંજન

શિલ્પાના પતિએ પણ કર્યું પત્ની માટે કર્યું કરવા ચૌથનું વ્રત, જુઓ 12 સિતારાઓએ તોડયું વ્રત

કરવા ચોથ પર જોવા મળ્યો સેલેબ્સનો ખુબસુરત અંદાજ, જુઓ 11 તસ્વીર

દેશભરમાં કરવા ચોથનું વ્રત બુધવારે મનાવવામાં આવ્યું હતું. આ દિવસે મહિલાઓ નિર્જળા વ્રત કરીને પતિની લાંબી ઉંમર માટે દુઆઓ માંગે છે. આખો દિવસ પાણી પીધા વગર મહિલાઓ રાતે ચાંદ અને પતિનું મોઢું જોઈને તેના હાથે પાણી પીને વ્રત તોડે છે.

 

View this post on Instagram

 

A post shared by Neelam (@neelamkotharisoni) on

બૉલીવુડ સીતારાઓ અર્પિતા શર્માથી લઈને શિલ્પા શેટ્ટી સુધી ઘણી એક્ટ્રેસે પતિના હાથે વ્રત ખોલ્યું હતું. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આવો જોઈએ તસ્વીર.

કરવા ચોથના દિવસે મહિલાઓ જ વ્રત રાખે છે એવું નથી મોટા-મોટા સ્ટાર્સના પતિ પણ પોતાની પત્ની માટે વ્રત રાખે છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પત્નીનો સાથ આપવા માટે નિર્જળા વ્રત રાખ્યું હતું. બંનેએ ચાંદ જોઈને એક-બીજાને પાણી પીવડાવીને વ્રત ખોલ્યું હતું.આટલું જ નહીં એક્ટ્રેસે પતિ અને સાસુના આશીર્વાદ લીધા હતા. શિલ્પા અને રાજના લગ્નને 11 વર્ષ થઇ ગયા છે. બંનેનાં લગ્ન 2009માં થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

બોલીવુડની શાનદાર એક્ટ્રેસ રવીના ટંડનએ પણ દર વર્ષની જેમ કરવા ચોથની પૂજા કરી હતી. રવીનાએ મોબાઈલ ફોનથી પતિના દર્શન કરીને વ્રત ખોલ્યું હતું. પૂજાની તેની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. રવીના અને અનિલ થદાનીના લગ્ન 2004માં થયા હતા. તેના લગ્નને 16 વર્ષ થઇ ચુક્યા છે. પરંતુ પ્રેમ ઓછો નથી થયો.

 

View this post on Instagram

 

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

બોલીવુડની આ એક્ટ્રેસે હાલમાં જ કેન્સર જેવી બીમારીને મ્હાત આપી છે. સોનાલીએ કરવા ચોથના દિવસે પતિ ગોલ્ડી બહલ સાથે એક તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

મહીપ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરવા ચોથની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં તે સંજય કપૂર સાથે નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Maheep Kapoor (@maheepkapoor) on

ફિલ્મમાં વ્યસ્ત હોવા છતાં દિવ્યાએ કરવા ચોથનું વ્રત કર્યું  હતું. દિવ્યા તેની આગામી ફિલ્મ ‘સત્યમેવ જયતે-2’ ના સેટ પરથી કરવા ચોથની તસ્વીર શેર કરી હતી.

સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પતિ આયુષ શર્મા માટે કરવા ચોથનું વ્રત કર્યું હતું. અર્પિતાએ તેના પતિનો ચહેરો જોઈને ઉપવાસ તોડ્યા હતા. 2014 માં તેમના લગ્ન થયા હતા. તેમના લગ્ન 6 વર્ષ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

બિગ બોસ-14ની સ્પર્ધક અને છોટી બહુ તરીકે જાણીતો રૂબીનાએ પણ શોમાં કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. રૂબીનાએ તેના પતિ અભિનવનો ચહેરો જોઈને વ્રત ખોલ્યું હતું. રૂબીના અને અભિનવના લગ્ન 2018માં થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rubinadilaik (@rubinadilaik09) on

ક્રિકેટર સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા ચૌધરીએ તેના પતિનો ચહેરો જોઇને વ્રત ખોલ્યું હતું. આ કપલે 2015માં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Suresh Raina (@sureshraina3) on

જય ભાનુશાળી અને માહી વિજે પણ કરવા ચોથનો તહેવાર ઉજવ્યો હતો અને ચાંદનો દીદાર કરી ઉપવાસની શરૂઆત કરી હતી. જય અને માહીએ વર્ષ 2011 માં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Jay Bhanushali (@ijaybhanushali) on

ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીએ પણ ઉપવાસ ખોલ્યા હતા. આ કપલે 2011 માં લગ્ન કર્યાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by Gurmeet Choudhary (@guruchoudhary) on

અભિનેત્રી બિપાશા બાસુએ પણ કરણ સિંહ ગ્રોવર સાથે કરવા ચોથ પર એક પોસ્ટ શેર કરી છે.