કોરોના કાળની અંદર આપણે ઘણા ફિલ્મી સિતારાઓને અલગ અલગ કામો કરતા જોયા છે, ઘણાએ વર્કઆઉટ કરીને પોતાના ફોટો શેર કર્યા તો કોઈએ ઘરકામ કરતા ફોટો શેર કાર્ય, કોઈએ મદદ માટેના વિડીયો શેર કર્યા તો કોઈએ કંઈક નવો ટેલેન્ટ બતાવ્યો, પણ કેટલાક સ્ટાર્સ એવા પણ હતા જેમેણે ખેતી કરીને પણ સમય પસાર કર્યો અને તેઓ ખેડૂત બની બેઠા. ચાલો જોઈએ આવા અભિનેતાઓને.

1. સલમાન ખાન:
બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન લોકડાઉન પહેલા જ પોતાના પનવેલ ફાર્મ હાઉસ ઉપર હતો અને ત્યાં રહીને તેને ખેતી કરતા વિડીયો અને ફોટો પણ શેર કર્યા હતા, જે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા.

2. નવાઝુદ્દીન સિદ્દીકી:
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પણ બોલીવુડનું ખુબ મોટું નામ બની ગયું છે. નાઝૂદ્દીન પણ લોકડાઉનમાં થોડી છૂટછાટ મળતા જ પોતાના ગામ આવી ગયો હતો. તેને પણ સોશિયલ મીડિયામાં એક ખેડૂતની જેમ ખેતી કરતા ફોટો શેર કર્યા હતા.

3. ધર્મેન્દ્ર:
અભિનેતા ધર્મેન્દ્ર વિષે તો આપણે જાણીએ જ છીએ કે તે પોતાનો સમય હંમેશા ફાર્મહાઉસમાં જ વિતાવે છે. આ લોકડાઉનમાં પણ તે પોતાના ફાર્મહાઉસ ઉપર જ હતા અને ત્યાં રહીને પણ તેમને ખેતી કરી.

4. જેકી શ્રોફ:
અભિનેતા જેકી શ્રોફ પણ લોકડાઉન દરમિયાન પોતાના ફાર્મ હાઉસ ઉપર ફસાઈ ગયા હતા. અને ત્યાં રહીને તમને પણ ઘણા જ છોડનો ઉછેર કર્યો છે. તેમને પણ પર્યાવરણ માટેની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

5. જુહી ચાવલા:
અભિનેત્રી જુહી ચાવલા પણ બોલીવુડનું એક મોટું નામ છે. તેને પણ લોકડાઉનના સમયની અંદર પોતાના ઘરની આસપાસ નાનું દાતરડું લઈને ખેતી કરતા જોવા મળી હતી. તેની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.