મોંઘા શોરૂમ છોડીને શેરી ગલીમાં શોપિંગ કરતા દેખાયા, એમાં પણ સારા અલી ખાને તો આવું કર્યું
બોલીવુડના સેલેબ્રિટીઓ પોતાના મોંઘાદાટ શોખને લઈને ખુબ જ ચર્ચામાં હોય છે. મોટાભાગે આપણે સેલેબ્રિટીઓને મોટી મોટી બ્રાન્ડની પ્રોડેક્ટ વાપરતા જ જોઈએ છીએ, પરંતુ સેલેબ્રિટીઓને રસ્તા ઉપર ખરીદી કરતા જોવા એ પણ એક લ્હાવો છે. ચાલો આજે અમે તમને એવા જ ખ્યાતનામ સિતારાઓને ગલીઓ અને રોડના કિનારે ખરીદી કરતા બતાવીએ.

ફિલ્મ “ધડક” દ્વારા ફિલ્મમાં ડેબ્યુ કરનાર ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર દિલ્હીની અંદર ખરીદી કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. આ બંને ધડક ફિલ્મના પ્રમોશન દરમિયાન દિલ્હીમાં આવ્યા હતા. તે બંનેને દિલ્હીના જનપથ માર્કેટમાં શોપિંગ કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા.

સારા અલી ખાન પોતાની મા અમૃતા સિંહ સાથે હૈદરાબાદમાં સ્ટ્રીટ શોપિંગ કરતી જોવા મળી હતી. ઈદના પ્રસંગે સારાને હૈદ્રાબાદની ગલીઓમાં જોવામાં આવી હતી. આ તસ્વીર જોઈને એ અનુમાન લગાવી શકાય છે કે તેને સ્ટ્રીટ શોપિંગ કરવું કેટલું પસંદ છે.

મલાઈકા ઘણીવાર રોડ ઉપરથી ખરીદી કરતા જોવા મળે છે. ખબરપત્રીઓ તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે પણ તૈયાર જ હોય છે. આ ઉપરાંત તેને ગ્રોસરી શોપની બહાર પણ સ્પોટ કરવામાં આવી છે. તસવીરો જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે મલાઈકા માત્ર બ્રાન્ડેડ જ નહીં રસ્તા ઉપરની વસ્તુઓ પણ ખરીદી શકે છે.

કૈટરીના કૈફ અને આદિત્ય રોય કપૂરને પણ દિલ્હીના જનપથ માર્કેટમાં શોપિંગ કરતા સ્પોટ કરવામાં આવ્યા હતા. બંને ફિલ્મ “ફિતૂર”ના પ્રમોશન માટે દિલ્હી આવ્યા હતા. આ દરમિયાન કૈટરીના અને આદિત્યને જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ ગઈ હતી.

આયુષ્માન ખુરાના પણ દિલ્હીના મશહૂર હાટમાં પહોંચ્યો હતો. તેને ચપ્પલની દુકાનમાં સ્પોટ કરવામાં આવ્યો હતો. તે પોતાની ફિલ્મ “બરેલી”ના પ્રમોશન દરમિયાન દિલ્હીમાં હતો. અને ત્યાં જ તેને લોકલ દુકાનોમાં શોપિંગ પણ કર્યું હતું.