મનોરંજન

ઋષિ કપૂરથી લઈને વાજિદ ખાન સુધી 14 સિતારાઓએ 34 દિવસમાં દુનિયાને કહી દીધી અલવિદા

કોરોનાને કારણે આખી દુનિયા પરેશાન છે. આ સમય હિન્દી એન્ટર્ટેનેમેન્ટ ઉદ્યોગનો સૌથી ખરાબ સમય છે. છેલ્લા 34 દિવસમાં 14 સેલેબ્સના મોતનાં સમાચાર આવ્યા છે. આ ખરાબ સમાચારને કારણે આખો દેશ આઘાતમાં છે. મનોરંજન ઉદ્યોગમાં લગભગ 1 મહિનાની અંદર 14 લોકો ગુમાવ્યા. આ લોકોની કમી ક્યારેય પૂરી કરી શકાતી નથી. અભિનેતા, સંગીત નિર્દેશકથી લઈને સેલેબ્સ જ્યોતિષ સુધી આ દુનિયાને છોડી દીધી છે.

બોલીવુડને પહેલો આંચકો ઇરફાન ખાન તરીકે મળ્યો હતો. 29 મી એપ્રિલે તેમના મૃત્યુના સમાચાર આવ્યા. તેણે ન્યુરોઇંડ્રોકિન ગટ્યુમર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Irrfan (@irrfan) on

ઇરફાન ખાનના મૃત્યુ પછીના બીજા દિવસે 30 એપ્રિલના રોજ ઋષિ કપૂરના નિધન સમાચાર આવતા લોકોને વિશ્વાસ આવતો ના હતો. દેશ માટે આ બીજો મોટો આંચકો હતો. ઋષિ કપૂર લ્યુકેમિયા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by The House of Tag! (@houseoftag_official) on

1 જૂનના રોજ સાજિદ-વાજિદની જોડી તૂટવાના સમાચારથી ઘણા લોકોના હૃદય તૂટી ગયા. વાજિદને કિડનીની સમસ્યા હતી. અહેવાલો અનુસાર ગળાના ચેપને કારણે તે થોડા દિવસ વેન્ટિલેટર પર હતો. તેનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Wajid Khan (@wajidkhan_live) on

કોમેડી શો છોટે મિયાંથી લોકપ્રિય બનેલા મોહિત બઘેલનું 23 મેના રોજ અવસાન થયું હતું. રિપોર્ટ અનુસાર તેને કેન્સર હતું.

 

View this post on Instagram

 

A post shared by Mohit Baghel (@baghelmohit) on

ટીવી અભિનેત્રી પ્રેક્ષા મહેતાની આત્મહત્યાની ખબરે લોકોને મોટો આચંકો આપ્યો હતો. 25 મેના રોજ તેણે આત્મહત્યા કરી હતી.

 

View this post on Instagram

 

Meri Taraf Aata Har Gham Phisal Jaaye Aankhon Mein Tum Ko Bharun Bin Bole Baatein Tumse Karun 🥰

A post shared by Preksha Mehta 🎭 (@iamprekshamehta) on

‘આદત સે મજબુર ‘ અને ‘કુલદીપક’ જેવા શોમાં દેખાઈ ગયેલા ટીવી એક્ટર મનમિત ગ્રેવાલના મોતના સમાચાર પણ ચોંકાવનારા હતા. અહેવાલો અનુસાર તેણે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90) on

‘કહાની ઘર ઘર કી’ થી પ્રખ્યાત બનેલા ટીવી એક્ટર સચિનનું પણ નિધન થયું હતું. તેનું નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હતું.

 

View this post on Instagram

 

‪We worked together and now one gets to know that you are no more!! #Stunned and #Shocked #SachinKumar‬

A post shared by salil arunkumar sand (@salilsand) on

ક્રાઇમ પેટ્રોલથી ઘરે ઘરે ફેમસ થનારા અભિનેતા શફીક અન્સારીનું 10 મેના રોજ નિધન થયું હતું. અહેવાલો મુજબ છેલ્લા કેટલાક સમયથી તે કેન્સર સામે પણ લડતો હતો.

 

View this post on Instagram

 

A post shared by CINTAA (@cintaaofficial) on

ગીતકાર યોગેશ ગૌર 29 મેના રોજ આ દુનિયામાં રહ્યો નહીં. તેમણે ‘કહી દૂર જબ દિન ઢલ જાએ’ જેવા ઘણા મહાન ગીતો આપ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Film History Pics (@filmhistorypics) on

25 વર્ષથી આમિર ખાન સાથે કામ કરી રહેલા તેના આસિસ્ટન્ટ એમોસનું મે મહિનામાં નિધન થયું હતું. તેને હાર્ટ એટેક આવ્યો હતો.

શાહરૂખ ખાનનો મિત્ર અને ટીમના સભ્ય અભિજિતનું પણ ગયા મહિને નિધન થયું હતું. શાહરૂખે તેને યાદ કરીને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

પીકે અને રોક ઓન જેવી ફિલ્મોમાં કામ કરનારો એક્ટર સાંઇ ગુંડેવરનું 10 મેના રોજ નિધન થયું છે. તેને મગજનું કેન્સર હતું.

 

View this post on Instagram

 

A post shared by Sai Gundewar (@saizworld) on

રિયાલિટી ટીવી શો Pyaate Hudugir Halli Lifu’ અભિનેતા મેબીના માઇકલનું 26 મેના રોજ એક અકસ્માતમાં નિધન થયું હતું. તે માત્ર 22 વર્ષની હતી.

ભારતના જાણીતા જ્યોતિષવિદ્ય બેજન દારુવાલાએ 89 વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહ્યું હતું. અહેવાલો અનુસાર તેને ફેફસામાં ચેપ લાગ્યો હતો.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..