પ્રેમી સાથે મળીને પત્નીએ જ કરી નાખી હતી પતિની હત્યા, 5 મહિના સુધી પ્રેમી સાથે રંગરેલીઓ મનાવતી રહી, સસરાએ આપત્તિજનક સ્થિતિમાં જોતા જ ફૂટ્યો ભાંડો

આવા નફ્ફટ અને હવસખોર બૈરાંઓથી સાવધાન: અડધી રાત્રે પ્રેમી સાથે અવૈધ સંબંધો બાંધી રહી હતી પુત્રવધુ, નરી આંખે જોઈ ગયા સસરા, પછી આવ્યો દુઃખદ અંત

દેશભરમાં હત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે, જ્યાં ઘણીવાર અંગત અદાવતને લઈને હત્યા થઇ જતી હોય છે તો ઘણીવાર પ્રેમ પ્રસંગોના કારણે હત્યા કરી દેવામાં આવતી હોય છે. દિલ્હીના શ્રદ્ધા હત્યકાંડે તો આખા દેશમાં ચકચારી મચાવી દીધી છે, ત્યારે હવે આવો જ એક બીજો હત્યાકાંડ પણ સામે આવ્યો છે જેમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી અને 5 મહિના સુધી પતિ ગુમ થયો હોવાનું નાટક કરતી રહી, પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો.

આ ચોંકાવનારી ઘટના સામે આવી છે રાજસ્થાનના કસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નોહ ગામમાંથી. જ્યાં પાંચ મહિના પહેલા એક યુવક ગુમ થઇ ગયો હતો. હવે તેનું રહસ્ય સામે આવતા જ ચકચારી મચી ગઈ છે. આ યુવકની હત્યા તેની પત્ની અને તેના પ્રેમીએ મળીને કરી નાખી હતી. યુવકની હત્યા કર્યા બાદ લાશને પણ કોથળામાં બંધ કરીને ફેંકી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર તેની લાશને ગિરિરાજ કેનાલમાં ફેંકવામાં આવી હતી.

આ મામલે લાપતા યુવકના પિતાએ જ યુવકની પત્ની અને તેના પ્રેમી પર તેમના દીકરાની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. જે મામલામાં હવે પોલીસ તપાસ કરી રહી છે અને મહત્વના પુરાવા પણ એકત્ર કરી રહી છે. ગત રવિવારના રોજ પોલીસે નોહ ગામની પાસેથી નહેરમાંથી કેટલાક મહત્વના પુરાવા પણ ભેગા કર્યા હતા. યુવકના પરિવારજનોએ હત્યાની આશંકા જતાવી તો પોલીસ એક પછી એક કડી જોડતા જોડતા આરોપીઓ સુધી પહોંચી ગઈ.

પોલીસ તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા છે. ગત મેં મહિનામાં 37 વર્ષીય પવન કુમાર અચાનક લાપતા થઇ ગયો હતો. તેની ઘણી જ શોધખોળ કરવા છતાં પણ તે મળ્યો નહોતો. જેના બાદ 4 જૂનના રોજ તેના પતિએ હરપ્રસાદ શર્માએ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. યુવકના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેમના દીકરાની પત્ની રીમાને ગામમાં જ રહેતા ભોલા ઉર્ફે ભાગેન્દ્ર સાથે અવૈધ સંબંધો છે.

હરપ્રસાદે 16 ઓક્ટોબરની રાત્રે લગભગ દોઢ વાગે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. જેના બાદ પોલીસ કંટ્રોલ રૂમ પર સૂચના આપવામાં આવી હતી. પરંતુ પોલીસના આવતા પહેલા જ ભોલાના પિતા દિનેશ અને તેનો ભાઈ છોટુ તેને તાળું તોડીને છોડાવી ગયા. જેના બાદ પોલીસે પણ આ મામલે હત્યાની આશંકા બાદ તપાસ હાથ ધરી અને પોલીસના હાથે કેટલાક મહત્વના પુરાવા પણ હાથ લાગ્યા. જેના આધારે ગત સોમવારના રોજ મૃતકની પત્ની રીમા અને તેના પ્રેમી ભોલાની ધરપકડ કરી લેવામાં આવી.

Niraj Patel