મનોરંજન

કરીના અને અર્પિતા ખાનની ક્રિસમસ પાર્ટીમાં બૉલીવુડ સેલેબ્સનો જામ્યો મેળાવડો, જુઓ 10 તસ્વીરો

બૉલીવુડ સેલિબ્રિટીએ મંગળવારે સાંજે ક્રિસમસની ઉજવણી કરી હતી. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને તેના ઘરે ક્રિસમસ પાર્ટી હોસ્ટ કરી હતી.

આ ક્રિસમસ પાર્ટીમાં કરીના કપૂરની ગર્લ ગેંગ સાથે ઇન્ડસ્ટ્રીઝના બાકી સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. કરીનાની ક્રિસ્મસ પાર્ટીની  તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

તો બીજી તરફ સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પણ બાળકો માટે ક્રિસમસ પાર્ટી રાખી હતી. આ બંને પાર્ટીમાં બોલીવુડના સેલેબ્સ ઉમટી પડ્યા હતા.

કરીના કપૂરના ઘરે યોજવામાં આવેલી પાર્ટીમાં આલિયા ભટ્ટ, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, રણબીર કપૂર, કરિશ્મા કપૂર, સારા અલી ખાન, સંજય કપૂર અને અર્જુન કપૂર નજરે ચડ્યા હતા.

કરણ જોહરે આ પાર્ટીની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઘરની બાહર નીકળતી વખે એકબીજાના ગળામાં હાથ રાખેલા નજરે આવ્યા હતા.

બંનેએ મીડિયાને પોઝ પણ આપ્યો હતો. આ પાર્ટીમા આલિયા અને રણબીર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.

કરણ જોહર પણ આ પાર્ટીનો હિસ્સો બન્યો હતો. કરણ વગર કોઈ પણ બૉલીવુડ પાર્ટી અધૂરી છે.

આ પાર્ટીમાં મલાઈકા અરોરા તેના પુત્ર અરહાન સાથે પહોંચી હતી. રેડ કલરના આઉટફિટમાં મલાઈકાનો કંઈક હટકે અંદાજ જોવા મળ્યો હતો.

કરીના અને સૈફની આ પાર્ટીમાં સારા અલી ખાન તેના ભાઈ ઇબ્રાહિમ ખાન સાથે પહોંચી હતી. વ્હાઇટ કલરના શોર્ટ ડ્રેસમાં સારા અલી ખાન સ્ટનિંગ લાગી રહી હતી.

તો ઇબ્રાહિમ ખાન પણ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. કરીનાએ તેની ગર્લ ગેંગ સાથે સેન્ટા કેપ પહેરેલી નજરે આવી હતી.

સંજય કપૂર તેની પત્ની મહીપ કપૂર સાથે કરીના કપૂર ખાનની પાર્ટીમાં શામેલ થયો હતો.

જો અર્પિતા ખાનની પાર્ટીની વાત કરવામાં આવે તો આ પાર્ટીમાં કરણ જોહર અને તુષાર કપૂર તેના બાળકો સાથે પહોંચ્યા હતા.

તો તૈમુર પણ હાફ પેન્ટ અને ચેક્સ શર્ટમાં નજરે આવ્યો હતો. કરણ જોહર ટીશર્ટમાં નજરે આવ્યો હતો.

કરણ જોહરની દીકરી રુહી અને દીકરો યશ પણ રેડ આઉટફિટમાં નજરે આવ્યા હતા.

રિતેશ દેશમુખ પણ તેના બંને બાળકોને લઈને આ પાર્ટીમાં પહોંચ્યો હતો. સુનિલ ગ્રોવર પણ તેના પુત્ર સાથે નજરે આવ્યો હતો.

સલમાન ખાન પણ તેની બહેન અર્પિતા ખાનની ક્રિસમસ પાર્ટીમાં ચાર ચાંદ લગાવવા પહોંચ્યો હતો. અર્પિતા ખાન આ દરમિયાન ક્રિસમસ પાર્ટીમાં બેબી બંમ્પ ફ્લોન્ટ કરતી નજરે ચડી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.