લ્યો બોલો! આ મહાશયે કૂકર સાથે કર્યા લગ્ન, પછી 4 દિવસમાં જ આપી દીધા છૂટાછેડા

દરેક વ્યક્તિ લગ્ન વિશે એવુ વિચારે છે કે તેનો જીવનસાથી તેના જીવનને વધુ સારું બનાવે. તેની ખામીઓને સુધારે. પરંતુ એક વ્યક્તિ તેને અલગ જ સ્તર પર લઈ ગયો. ઇન્ડોનેશિયામાં રહેતા એક વ્યક્તિએ પ્રેશર કૂકર સાથે લગ્ન કરી લીધા.

હાલના દિવસોમાં ઇન્ડોનેશિયામાં રહેતા એક પુરુષના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. તમને જણાવીને આશ્ચર્ય થશે કે આ વ્યક્તિએ કોઈ છોકરી સાથે નહીં પરંતુ કૂકર સાથે લગ્ન કર્યા હતા. આ વ્યક્તિએ તેના અનોખા લગ્નની તસવીરો ફેસબુક પર શેર કરી છે, જે હવે વાયરલ થઈ રહી છે. જોકે, તેણે ચાર દિવસ બાદ જ કૂકરથી છૂટાછેડા લઈ લીધા હતા. હાલમાં આ યુવકની સચ્ચા ચારે તરફ થઈ રહી છે.

વાસ્તવમાં, ઈન્ડોનેશિયાના ખોઈરુલ અનમે ફેસબુક એકાઉન્ટ પરથી કૂકર સાથે લગ્ન કર્યાની તસવીરો શેર કરી છે. જેમાં તે કૂકર પકડીને લગ્નના કપડા પહેરીને ઉભો છે. કેટલીક તસવીરોમાં તે કૂકરને કિસ કરતો જોવા મળે છે, કેટલાકમાં તે કૂકર સાથે પોઝ આપતો જોવા મળે છે. પોસ્ટના કેપ્શનમાં અનમે લખ્યું – મેં મારા રાઇસ કૂકર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તે “નિષ્ફક્ષ, આજ્ઞાકારી, પ્રેમ કરનાર અને રસોઈ બનાવવામાં મદદ કરનાર છે.

પરંતુ ચાર દિવસ પછી અનમે કૂકર સાથે છૂટાછેડા લઈ લીધા. તેણે ફેસબુક પર છૂટાછેડાની જાહેરાત કરી હતી, અનમે કહ્યું હતું કે તે માત્ર ચોખા જ રાંધી શકે છે. અત્યારે યુઝર્સ આ લગ્નને માત્ર એક સ્ટંટ કહી રહ્યા છે. સ્થાનિક સમાચાર વેબસાઇટ્સ અનુસાર, અનમ ઇન્ડોનેશિયામાં એક પ્રખ્યાત વ્યક્તિ છે જે તેના ફોલોઅર્સનું મનોરંજન કરવા માટે વિચિત્ર સ્ટંટ કરતો રહે છે.

અનમની આ ફેસબુક પોસ્ટને હજારો લોકોએ લાઈક કરી છે, જ્યારે લગભગ 10 હજાર લોકોએ આ પોસ્ટ શેર કરી છે. વયૂઝર્સ આના પર જુદી જુદી રીતે કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેને ફની અને કેટલાક યુઝરે તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.

YC