ખબર

15 વર્ષ પહેલા સાઇકલ ઉપર માછલી વેચનારો આજે છે 20 હજાર કરોડનો માલિક, સીબીઆઈ કરી રહી છે તપાસ

પશ્ચિમ બંગાળમાં કોલસાની દાણચોરીના મામલાના કથિત આરોપી અનુપ માંઝી ઉર્ફે લાલા મંગળવારના રોજ નિજામ પેલેસ સ્થિત સીબીઆઈ ઓફિસમાં હાજર થયો. સીબીઆઈ તરફથી લાલા વિરુદ્ધ ઘણી નોટિસ રજૂ કરવામાં આવી હતી. હાલમાં જ એક નવી નોટિસમાં સીબીઆઈ તરફથી લાલાને 30 માર્ચના રોજ હાજર થવા માટે કહ્યું હતું.

Image Source

લાલા પોતાના વકીલો સાથે મંગળવારના રોજ 10:50 મિનિટ ઉપર પહોંચ્યો હતો. સીબીઆઈ દ્વારા લાલાની એન્ટી કરપશન બ્યુરોમાં પૂછપરછ શરૂ કરી દેવામાં આવી. તે છેલ્લા ઘણા મહિનાથી ફરાર હતો. લાલા વિરુદ્ધ લુક આઉટ નોટિસ અને ધરપકડનું વોરંટ પણ જાહેર કર્યું હતું.

Image Source

સીબીઆઈ દ્વારા કોલસા ઘોટાળા મામલાની તપાસ સંબંધમાં તેની સંપત્તિ સીઝ કરી દીધી છે. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં જ એક આદેશ જાહેર કરીને આવતી સુનાવણી સુધી તેની ધરપકડ ઉપર રોક લગાવી દીધી છે. આ મામલાની સુનાવણી 6 એપ્રિલે થવાની છે.

Image Source

અનુપ માંઝી ઉર્ફે લાલાને બંગાળના પુરુલિયાના ભામુરીયા ગામમાં ક્યારેક માછલી વેચવા વાળાના રૂપમાં ઓળખવામાં આવતો હતો. 15 વર્ષ પહેલા સુધી લાલા ગામની અંદર સાઇકલ ઉપર માછલી વેચતો હતો. પરંતુ આજે લાલા ના ફક્ત 20 હજાર કરોડ સંપત્તિનો માલિક છે પરંતુ દેશનો સૌથી મોટો કોલસા તસ્કર પણ છે.

Image Source

અનૂપ માંઝી ઉર્ફે લાલા ઉપર આરોપ છે કે તે પોતે કોલસો ચોરી કરે છે અને કોલસાની ચોરી કરીને અન્ય લોકો સાથે તસ્કરી કરી હતી.અનૂપ માંઝી પાસે આવા 250 પ્લોટ છે જેમાંથી કોલસા કાઢીને વેચવામાં આવ્યા હતા, જે કાયદા દ્વારા ખોટું છે.