હેલ્થ

આ કારણોના લીધે દુઃખે છે તમારી કમર, અને તમે બસ બેસવાની મુદ્રા સુધારીને બેસી રહો છો

ઓફિસમાં કામ કરતા ઘણા લોકોને એક સમસ્યા વારંવાર સતાવતી હોય છે. કમરનો દુઃખાવો. વળી લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ આવ્યું એમાં પણ સતત કમ્યુટર સામે બેસી રહેવાના કારણે આપણી કમરમાં દુઃખાવો થઇ જતો હોય છે. અને આ દુઃખાવો થાય ત્યારે આપણે માત્ર આપણી બેસવાની મુદ્રા જ બદલતા હોઈએ છીએ. કામ દરમિયાન આપણે ખોટી મુદ્રામાં બેઠા હોવાના કારણે આ દુઃખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ માત્ર સાચી મુદ્રામાં ના બેસવાથી જ નહીં, કમર દર્દ થવાના બીજા પણ કારણ છે. તો ચાલો આપણે જોઈએ આજે કમર દર્દ કેમ થાય છે અને તેના માટે શું ઉપાય કરવા.

કેવા પ્રકારના કમર દર્દ થાય છે?

 • આખી દુનિયામાં હોસ્પિટલમાં આવવાનું દરેક બીજું કારણ હોય છે કમર દર્દ, કામ કરવા સમયે રજા લેનારા 40 ટકા લોકોને કમર દર્દ હોય છે.
 • મોટાભાગે એક જ જગ્યા ઉપર થનારું કમર દર્દ
 • કમરમાં દુઃખાવો થાય છે અને પગ સુધી પહોંચે છે. તેને રીડીક્યુલર પેઈન કહેવામાં આવે છે.
 • બળતરા વાળો દુઃખાવો થાય છે.
 • શૂટિંગ પેઈન થાય છે.
Image Source

કમર દર્દનું કારણ :

 • મસલ સ્પ્રેન
 • સ્લીપ ડિસ્ક (તમારા કરોડરજ્જુનું જે હાડકું હોય છે તેમાં બે હાડકા બચ્ચે ગાદી જેવું હોય છે. તે ગાદીને ડિસ્ક કહેવામાં આવે છે. જો તમે વજન ઉઠાવો છો અને ખોટી પોજિશનમાં કામ કરો છો તો તેનાથી ગાદી પોતાની જગ્યાથી હલી જાય છે. પાછળની નશો હોય છે તેને પણ દબાણ આપે છે અને તમને દુઃખાવો થાય છે.)
 • આર્થરાઇટિસ (ઉંમરની સાથે કરોડરજ્જુનાં જે હાડકા હોય છે તેમાં જગ્યા ઓછી થઇ જાય છે. હલચલ ઓછી થાય છે અને દુઃખાવો થાય છે.)
 • ઓસ્ટોપેરૉસિસ (તમારા હાડકા કમજોર થઇ જાય છે.)
 • નોન સ્પેસિફિક પેન (કોઈ ખાસ કારણથી નથી થતું)
Image Source

શું છે રિસ્ક ફેક્ટર ?

 • ઉંમર (30થી 40 પછી શરૂ થાય છે)
 • કસરતની ઉણપ
 • મોટાપો
 • ઈમ્પ્રોપર વેઇટ લિફ્ટિંગ , જો નીચા નમીને ખોટી પોજિશનમાં વજન ઉઠાવો છો તો પણ કમરમાં દર્દ થાય છે.
 • પ્રેગ્નેન્સી
Image Source

કમર દર્દથી કેવી રીતે બચવું?

 • કસરત કરવી જોઈએ.
 • વજન મેન્ટેન કરવું જોઈએ.
 • ધુમ્રપાનના કારણે ફેફસામાં દુઃખાવો થાય છે. ખાંસી આવે છે. તેના કારણે પણ કમરમાં દર્દ થાય છે.
 • પોસ્ચર યોગ્ય હોવું જોઈએ. તમે કેવી રીતે બેસો છો. કેવી રીતે ઉભા રહેવાનું છે?
 • બંને પગ ઉપર સરખું વજન આવે. ઓછું વધારે ના હોવું જોઈએ. આગળ નમવાનું નથી. સીધા ઉભા રહો. આખું શરીર એક જ લાઈનમાં હોય એ રીતે.
 • બેસતાં સમયે એક નાનો તકિયો પાછળ રાખી શકો છો. હિપ અને જોઈન્ટ 90 ડિગ્રી પર હોવા જોઈએ.
 • વજન ઉઠાવતા સમયે સીધા જ બેન્ડ કરીને નથી ઉઠાવવાનું. તમારા પહેલા સીધા ઉભા રહેવાનું, પાછળથી મુવ નથી કરવાનું. ની જોઈંટથી નીચે બેસો અને પછી વજન ઉઠાવો.
Image Source

તેનો ઈલાજ શું છે ?

 • જો સામાન્ય દુઃખાવો છે તો તમે ઘરઘથ્થું ઉપાય કરી શકો છો. ઘરે જ આરામ કરવો. 2-3 દિવસ સુધી.
 • કડક સોફા ઉપર સુવાનું છે.
 • ગરમ પાણીની બોટલ દ્વારા શેક કરવાનો છે.
 • વોલીની જેલ, મુવ જેલ હલકા હાથથી લગાવાની છે. વધારે માલિશ નથી કરવાની.
 • છતાં પણ જો વધારે દુઃખાવો થાય તો ડોક્ટરને બતાવવું. તમને એક્સરે અથવા એમઆરઆઈ કરવાનું કહી શકે છે.
 • ફિજિયો થેરીપી પણ કરાવી શકો છો.
Image Source

કેટલીક એવી કસરત જે તમને કમર દર્દમાં રાહત આપી શકે છે :

 • પોઝીશનીંગ ટેક્નિક (આમાં દર્દીને એક જ પોજિશનમાં થોડો સમય રાખવામાં આવે છે.)
 • પોસ્ચરલ કરેક્શન (ખોટું બેસવાની, ખોટું ઉભા રહેવાની અને ખોટું સુવાની પોજિશનને ઠીક કરવા માટે કરાવવામાં આવે છે.)
 • સ્ટ્રેચિંગ ટેકનીક: (આમાં સેલ્ફ સ્ટ્રેચિંગમાં પેશન્ટ પોતાને સ્ટ્રેચ કરી શકે છે. બીજી જેમાં ફિજીયોથેરેપીસ્ટની જરૂર પડે છે.)
 • બેક પેન અને કમર દર્દ માટે કૈટ એન્ડ કેમલ એક્સરસાઇઝ કરવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.