જો તમને આ બીમારી છે તો ભૂલથી પણ ના ખાતા ફ્લાવરનું શાક, મુકાઈ શકો છો મોટી મુસીબતમાં, વાંચો કારણ

0

જયારે પણ આપણે બીમારી પડીએ ત્યારે ડોક્ટર આપણને લીલા શાકભાજી ખાવાની જ સલાહ આપતા હોય છે. કારણ કે બીમાર થવાનું કારણ શરીરમાં રહેલા કેટલાક પોષકતત્વોનું ઓછું થવું હોય છે. લીલા-શાકભાજીમાં ઘણાપ્રકારના પુષ્કળ માત્રામાં પોષકતત્વો રહેલા હોય છે જેના કારણે આપણી બીમારી જલ્દી દૂર થઇ જાય છે.

Image Source

પરંતુ કેટલીક બીમારીઓ એવી હોય છે જેમાં અમુક પ્રકારના લીલા શાકભાજી નુકશાનકારક પણ હોય છે એવું જ એક શાક છે ફ્લાવરનું જેને આપણે ફૂલગોબી તરીકે પણ ઓળખીએ છીએ. આ શાકને અમુક બીમારીઓમાં ડોક્ટર ખાવાની સલાહ આપતા નથી.

Image Source

ચાલો જાણીએ એવી કઈ કઈ બીમારીઓ છે જેમાં ફ્લાવરનું શાક નુકશાનકારક છે.

Image Source

થાઈરોડની બીમારી:
થાઈરોડની બીમારીથી પીડાતા લોકો માટે ફ્લાવરનું શાક ખાવું નુકશાન દાયક છે. થાઇરોડ જેવી બીમારીમાં જો ફ્લાવર ખાવામાં આવે તો શરીરમાં T3 અને T4 હાર્મોન પૂરતા પ્રમાણમાં નથી મળી શકતું જેના કારણે થાઈરોડના દર્દીઓએ ફલાવરથી દૂર રહેવું જોઈએ.

Image Source

પથરીની બીમારી:
આજના સમયમાં ક્ષારયુક્ત પાણી પીવાના કારણે ઘણા લોકોને પથરીની સમસ્યા ઉદભવે છે. પથરીનો દુખાવો પણ અસહ્ય હોય છે. આ દુખાવો શરીરમાં કેલ્શિયમ વધવાના કારણે ઉત્પન્ન થાય છે. ફ્લાવરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોવાના કારણે પથરીના દર્દથી પીડાતા લોકો જો તેનું સેવન કરશે તો દુખાવો સક્રિય થવાનો ખતરો રહે છે જેના કારણે પથરીના દર્દીએ ફ્લાવર ના ખાવું જોઈએ.

Image Source

ગેસની સમસ્યામાં:
જો તમને અવાર નવાર પેટમાં ગેસ થવાની સમસ્યા રહેતી હોય તો તમારે ફ્લાવર ખાવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે ફ્લાવરમાં વધારે પ્રમાણમાં પોષકતત્વો મળી આવે છે જે તમારી પાચનશક્તિને નબળી કરી શકે છે.

Image Source

લોહી જાડું કરવાની દવા વાપરનાર:
શરીરમાં લોહી જામી જવાનું કારણ વધુ પડતું વિટામિન હોય છે અને ફ્લાવરમાં વધારે માત્રામાં વિટામિન રહેલું છે. જેના કારણે લોહી જાડું કરવાની દવા વાપરતા લોકોએ ડોક્ટરની સલાહ લીધા વગર ફ્લાવર ખાવું ના જોઈએ.

Image Source

બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ:
ફ્લાવરની અંદર પેટમાં ગેસ બનાવે તેવા પદાર્થો હોય છે જેના કારણે સ્તનપાન કરાવતી મહિલાઓએ ફલાવરથી દૂર રહેવું જોઈએ જેના કારણે દૂધ પીનાર બાળકમાં ગેસ થવાનો ખતરો ના રહે.

Image Source

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here