ખબર

આ ફેમસ રહેણાક સોસાયટીમાં ચાલતો હતો શરીરસુખનો ધંધો, વ્હોટ્સએપમાં સુંદર યુવતીઓના ફોટો મોકલીને…

ગુજરાતની અંદર સ્પા અને બ્યુટી પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાઓનો વખતો વખત પર્દાફાશ થાય છે. ઘણી હોટલમાં પણ આવા ગોરખ ધંધા ચાલતા હોવાનું સામે આવે છે. પરંતુ જામનગરની એક રહેણાંક વિસ્તારની સોસાયટીમાં આવા ગોરખધંધા ચાલતા હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી યોગેશ્વરધામ સોસાયટીના એક રહેણાક મકાનમાંથી પોલીસે મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી છે.

જેમાં પોલીસે બે ગ્રાહકો અને  બે મહિલા સંચાલકો સહીત કુલ ની પણ અટકાયત કરી છે અને આ ગોરખધંધામાં સામેલ બે યુવતીઓને મુક્ત કરવામાં આવી છે. આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર પોલીસે બાતમીના આધારે જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં યોગેશ્વર ધામ સોસાયટીમાં દરોડા પડ્યા હતા .

જ્યાં ભાડાના મકાનમાં રહેતી નબીરા ઉર્ફે નગરગીસ અને ગુલઝાર ઉર્ફે પૂજા નામની મહિલાઓ જામનગરની અને મહારાષ્ટ્રની યુવતીઓને હાજર રખાવી તેમની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતી હોવાનો ખુલાસો થયો હતો.

પોલીસે ચોક્કસ બાતમીના આધારે એક ફર્જી ગ્રાહકને મોકલીને આ ઘરમાં 1000 રૂપિયા આપીને સંબંધો બાંધવાની વ્યવસ્થા કરવાની તૈયારી બતાવવામાં આવી હતી. જેના બાદ પોલીસે છાપામારી કરી અને આ કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે આ કુટણખાનું ચલાવી રહેલી મહિલા સંચાલિકાના મોબાઈલ ફોનને તપાસતાં એમાંથી ગ્રાહકોને વ્હોટ્સએપ મારફત લલનાઓની તસવીરો મોકલાતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોબાઈલ ચેટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.