ભૂખ્યા મગરે જેવી જ માછલીને દબોચી માછલીએ માર્યો 860 વોલ્ટનો ઝટકો? એવી બની દુર્ઘટના કે જોઈને જ હોશ ઉડી જશે, જુઓ વીડિયો

આ માછલી છોડે છે પોતાના શરીરમાંથી 860 વૉલ્ટનો કરંટ? જુઓ વીડિયોમાં માછલીનો શિકાર કરવા જતા મગરનું કેવી રીતે થયું ઓન ધ સ્પોટ મોત

સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો તમે જોયા હશે કે જેને જોયા પછી તમે પણ ચોંકી ગયા હશો.આ વીડિયોમાં આપણે એ પણ જોયું હશે કે કેટલાક પ્રાણીઓ શિકારની શોધમાં જાળમાં ફસાઈ જાય છે અને પછી તેમને મોતનો સામનો કરવો પડે છે. આવો જ એક વીડિયો આજકાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને જોઈને કોઈના પણ હોશ ઉડી જશે. તમે ઘણીવાર 440 વોલ્ટનો આંચકો સાંભળ્યો હશે, પરંતુ શું તમે ક્યારેય એવા કોઈ પ્રાણી વિશે સાંભળ્યું છે જે તેનાથી બમણા આંચકા આપે છે? જો ના હોય તો તમને જણાવી દઈએ કે ઈલ નામની માછલીમાં 860 વોલ્ટનો કરંટ હોય છે અને તે તેનો ઉપયોગ પોતાના બચાવ માટે કરે છે.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં તે ઝટકો જોવા મળી રહ્યો છે. જ્યારે ઈલ માછલીએ પોતાનો જીવ બચાવવા 860 વોલ્ટનો કરંટ વાપર્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ભૂખ્યો મગર નદીના કિનારે ઈલ માછલીને શિકાર કરવા માટે બેઠો છે. લાંબા સમય સુધી રાહ જોયા બાદ મગરે સીધો જ ઈલ માછલી પર હુમલો કર્યો હતો.

મગર માછલીને પોતાના મોઢામાં ફસાવી લે છે ત્યારે જ માછલીએ 860 વોલ્ટનો કરંટ છોડ્યો.   જેની થોડી સેકન્ડો સુધી કરંટ લાગવાને કારણે મગર પીડાતો રહ્યો. આવા ભીષણ કરંટની ઝપેટમાં આવી જતાં માત્ર મગર જ નહીં પરંતુ માછલીઓ પણ તે જ સમયે મૃત્યુ પામી હતી. બંને એક જ સમયે મૃત્યુ પામ્યા. આ દુર્લભ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ જોઈને હેરાન રહી ગયા છે.

Niraj Patel