42 લાખના સોનાની બનાવી પેસ્ટ, તસ્કરોએ એવી જગ્યાએ છપાવ્યું કે જાણીને જ તમારી અક્કલ કામ નહિ કરે

સોનાની તસ્કરી કરી રહેલા આ ભેજાબાજ તસ્કરને જોઈને કસ્ટમ અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા, જુઓ તસવીરો

દેશભરમાં સોનાની તસ્કરી કરવાના ઘણા મામલાઓ સામે આવે છે. ઘણા લોકો વિદેશથી સોનુ એવી રીતે છુપાવીને લાવતા હોય છે કે તે જાણીને જ નવાઈ લાગે. એરપોર્ટ ઉપર આવા જુગાડ કરનારાઓને ઝડપી પણ લેવામાં આવે છે. હાલ એક તાજો મામલો સામે આવી રહ્યો છે જે જાણીને તમને નવાઈ જ નહિ લાગે પરંતુ તમે પણ આ જુગાડ જોઈને માથું ખંજોળવા લાગી જશો.

આ ઘટના સામે આવી છે ઇમ્ફાલ એરપોર્ટ ઉપર બની છે. જ્યાં એક વ્યક્તિને સોનાની તસ્કરી કરતો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ વ્યક્તિ જે હોશિયારીથી સોનુ લઈને જઈ રહ્યો હતો તેની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે.  જાણકારી પ્રમાણે આ વ્યક્તિ ઇમ્ફાલથી દિલ્હી જઈ રહ્યો હતો. સોનાની તસ્કરી દિલ્હીમાં કરવામાં આવવાની હતી.

આ વ્યક્તિની ઓળખ મોહમ્મદ શરીફના નામથી થઇ છે. એરપોર્ટ ઉપર સિક્યોરિટીને તેની હરકત ઉપર શંકા થઇ, જેના બાદ તેને તપાસ માટે લઇ જવામાં આવ્યો તો તે ખુબ જ ડરેલો નજર આવ્યો. એવામાં સીઆઈએસએફ અને કસ્ટમ અધિકરીઓએ તેને ઝડપી લીધો, જેના બાદ તેની તપાસ કરવામાં આવી. તેના કપડાં અને સામાનમાં પોલીસને કઈ હાથ ના લાગ્યું, જેના બાદ તેનો એક્સ-રે કરવામાં આવ્યો.

આ વ્યક્તિની એક્સ-રે તપાસ કરતા જે સામે આવ્યું તે ખુબ જ હેરાન કરી દેનારું હતું. આ વ્યક્તિના મળાશયમાં લગભગ 900 ગ્રામ જેટલું સોનુ મળી આવ્યું હતું. જેની કિંમત 42 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ સોનુ પેસ્ટ બનાવીને તેના પેટની અંદર નાખવામાં આવ્યું હતું. આ પેસ્ટને ચાર ભાગમાં વહેંચીને તેના પેકેટ બનાવી તેના મળાશયમાં સંતાડવામાં આવ્યું હતું.

એક્સ-રે જોયા બાદ પોલીસને કડકાઈથી પુછપરછ કરી ત્યારે તે વ્યક્તિએ પોતાનો આરોપ કબૂલી લીધો હતો. તેને જણાવ્યું કે ઘણી જ મુશ્કેલી સાથે તેને નીચેના રસ્તાથી પોતાના મળાશયમાં સોનાના પેકેટ ઘુસાડ્યા હતા. જેના બાદ કસ્ટમ અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Niraj Patel