આ માલિકે તેમની બિલાડીઓ સાથે કર્યું એવું કે બિલાડીઓના શ્વાસ પણ થઇ ગયા અધ્ધર, વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્રેન્ક વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા લોકોને આપણે માણસો સાથે પ્રેન્ક કરતા જોયા હશે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ તેના ઘરની પાલતુ બિલાડીઓ સાથે એવો પ્રેન્ક કરે છે કે તેને જોઈને બિલાડીઓના શ્વાસ પણ અઘ્ધર થઇ જાય છે.

બિલાડીઓ ભલે ગમે તેટલી શેતાન હોય, પરંતુ તેઓ તેમના માલિકો સાથે સારા સંબંધ ધરાવતી જોવા મળે છે. ઘણા માલિકો અને બિલાડીઓ વચ્ચે શ્રેષ્ઠ મિત્રો જેવા સંબંધ હોય છે અને બંને એકબીજા સાથે કંઈકને કંઈક કરતા જોવા મળે છે. પરંતુ હવે જે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં એક માલિક તેની બે બિલાડીઓ સાથે એવી ડરામણી પ્રૅન્ક કરતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને તમે હસવા લાગશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડીના મોં સાથે મોટો માસ્ક પહેરેલો એક માણસ તેની બે બિલાડીઓની રાહ જોઈ રહ્યો છે. બીજી તરફ એક સફેદ અને કાળી બંને બિલાડી કેટવોક પર આરામથી ચાલીને આગળ આવી રહી છે. તેમને કોઈ ખ્યાલ નથી કે આગળ શું થવાનું છે અને ત્યારે જ સફેદ બિલાડી આગળ આવે છે અને માલિકને માસ્ક પહેરેલો જુએ છે.

 

View this post on Instagram

 

A post shared by cats lovers💛 (@cats_billy)

આટલી જાડી અને મોટી બિલાડીને જોઈને આ બિલાડી ખૂબ ડરી જાય છે અને ત્યાંથી પાછી ભાગી જાય છે. સફેદ બિલાડીને ભાગતી જોઈને કાળી બિલાડી પણ આગળ વધે છે અને વાત સમજે છે, પરંતુ તેને જોઈને તે પણ ભાગી જાય છે અને તે પણ પહેલાની જેમ ઝડપથી પાછળ દોડે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને ઘણા લોકોએ જોયો છે અને પસંદ કર્યો છે.

Niraj Patel