આપણા તહેવારો કૌશલ બારડ ખબર જ્યોતિષ શાસ્ત્ર

નાગપંચમીનો મહામૂલો તહેવાર સર્પદોષ અને પિતૃદોષમાંથી મુક્તિ કેમ મળે? નવ નાગ એટલે કોણ? નાગદેવતાને રીઝવતો મંત્ર

હિન્દુ સંસ્કૃતિની વિશેષતા એ છે કે, અહીં દેવતાઓનાં રૂપમાં માત્ર મનુષ્યો જ નહી, પરંતુ પ્રકૃતિનાં અનેક બીજા જીવોને પણ પૂજવામાં આવે છે. નાગ દેવતાની પૂજા એનું એક ઉત્તમ ઉદાહરણ છે. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પાચમના રોજ આવતી ‘નાગપંચમી’ના દિવસે સૌ કોઈ નાગ દેવતાનું પૂજન-અર્ચન કરે છે. શિવના ગણરૂપ નાગની પૂજા કરવાથી શું ફળ મળે?: શિવનાં Read More…

જીવનશૈલી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

સુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે ડિપ્રેશનમાં? મધ્યમવર્ગ માથે મોટી મુસીબત

સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી એના સમાચાર માત્ર થોડી જ ક્ષણોમાં આખી દુનિયામાં ફેલાઈ ગયા, પરંતુ આ ડિપ્રેશનમાં સિલીબ્રીટી જ નહિ પરંતુ લાખો હજારો સામાન્ય માણસો પણ જીવતા હોય છે, પરંતુ એમની નોંધ કદાચ કોઈ ચોપડે જોવા નહિ મળે, સુશાંત તો આટલો મોટો અભિનેતા હતો, ઘણા રૂપિયા પણ તેની પાસે હતા, જેના કારણે Read More…

ઢોલીવુડ નીરવ પટેલ ફિલ્મી દુનિયા

મલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે, વાંચો સાચો મલ્હાર કેવો છે, ઘણું જ નવું જાણવા મળશે

અભિનેતા મલ્હાર ઠાકર આજે દરેક ગુજરાતીના મોઢા ઉપર રમતું એક વાલીડું નામ, ગુજરાતના સુપરસ્ટાર તરીકે ઓળખાતા મલ્હાર ઠાકર આજે ભલે ઢોલીવુડનો રાજા માનવામાં આવતો હોય, પરંતુ આ ઓળખ બનાવવા માટે તેને જે મહેનત કરવી પડી છે એ તો એજ જાણે છે. ભલે આજે મલ્હારનું વૈભવી જીવન જોઈને તમને લાગતું હોય કે મલ્હાર કિસ્મતવાળો હશે, પરંતુ આ Read More…

અદ્દભુત-અજબગજબ કૌશલ બારડ લેખકની કલમે

અદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો છે એણે ફાકીને હાથ નથી લગાડ્યો!

લોકડાઉનનાં કારણે તમાકુ-માવાના વ્યસનીઓની હાલત કથળી ગઈ છે. જે લોકો દિવસમાં પચાસ-સો રૂપિયાની કાફી(માવા) મોંમાં પધરાવી જતા એ હાલ એકાદ-બે મહિનાથી માવા વિહોણા છે. ‘વાર્યા ન વળે ઈ હાર્યા વળે’ એ કહેવતની જેમ હવે છૂટકો જ નથી એટલે વ્યસન વગરના બેઠા છે. પાન-માવાનું વેંચાણ બંધ થતા હાલ તમાકુ-સોપારીમાં કાળાબજારી પણ અધધધ… હદે વધી છે. એકાદ Read More…

કૌશલ બારડ ખબર લેખકની કલમે

કસાબને નરકનો દરવાજો દેખાડનાર ગવાહ આજે મુંબઈની ફૂટપાથ પર ભીખારીની જિંદગી જીવે છે! વાંચો હેરતજનક ખુલાસો

હજુ થોડા દિવસ પહેલાની જ ઘટના છે. મુંબઈની એક ફૂટપાથ પર એક આધેડ માણસ પડ્યો હતો. લઘરવઘર પહેરવેશ, ધૂળથી ખરડાયેલી ગંદી ચામડી અને એ જ પ્રમાણેના જીથરાં જેવા વાળ! પાસે એક દુકાન હતી. દુકાનદાર ડિ’સોઝા ભલો માણસ હતો. તેનાં અંતરમાં આ આધેડની દશા જોઈને દયા ઉભરાઈ. ડિ’સોઝાનો એક મિત્ર ગાયકવાડ, જે એક બિન સરકારી સંગઠન Read More…

અદ્દભુત-અજબગજબ કૌશલ બારડ લેખકની કલમે

આજે તમે સોમનાથ, અંબાજી અને શામળાજીનાં બેજોડ મંદિરો જુઓ છો તેની પાછળ આ દાદાનું દિમાગ છે!

અરબ સાગરને કાંઠે આવેલ ગુજરાતના ગૌરવ સમાન સોમનાથ મંદિર અને ગુજરાતનો ઉત્તરીય સીમાડો સાચવીને બેઠેલાં માતા અંબાનાં અંબાજી મંદિરનાં દર્શન તો બધાએ કર્યાં જ હોય. વધારેમાં, અરવલ્લીમાં આવેલ શામળાજીનાં મંદિરે પણ મોટાભાગના લોકો જઈ આવ્યા હશે. આ મંદિરોની બનાવટ અને કોતરણી કેટલી ભવ્ય છે! આધુનિક કાળમાં જ પુન:ર્નિમાણ પામેલાં દેવસ્થાનોને દેખતા જ દિલ ઠરે એવું Read More…

કૌશલ બારડ ખબર

વહેલી સવારે રેલ્વે ટ્રેક પર સૂઈ રહેલા મજૂરોને માલગાડીએ ભરનીઁદરમાં કચડી નાખ્યા!

આજે શુક્રવારે વહેલી સવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મધ્યપ્રદેશ તરફ જતી ઔરંગાબાદથી ટ્રેન પકડવા ચાલીને જઈ રહેલા પ્રવાસી મજૂરો થાકને લીધે રેલ્વે ટ્રેક પર સૂઈ રહ્યા હતા. સવારે આશરે ૬ વાગ્યે ગુડ્સ ટ્રેન તેમના પર ફરી ગઈ! ૧૪(કે ૧૫) મજૂરોનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બનેલી આ Read More…

કૌશલ બારડ ખબર લેખકની કલમે

આ ગેસને લીધે રસ્તે ચાલતા લોકો ઢળી પડ્યા, પશુઓનાં મોઢે ફીણ આવ્યાં! વાંચો શું છે સ્ટાયરિન?

વિશાખાપટ્ટનમ્ પાસે આવેલ વેંકટપુરમ્ ગામના ગોપાલપટ્ટનમ્ ઇલાકામાં આવેલ એલ.જી.પોલિમર્સ નામની કંપનીમાંથી મધરાત્રી બાદ ગેસ લીકેજ થયો. વાલ્વ ફાટી જવાથી લગભગ બે કલાક સુધી વાયુ બહાર નીકળીને વાતાવરણમાં ભળ્યો. પ્રભાતના પહોરે લીકેજ બંધ થયું પણ ત્યાં સુધીમાં હવામાં ફેલાયેલા વાયુએ આજુબાજુની ૪ કિલોમીટરની રેન્જમાં આવેલા પાંચ જેટલા ગામો પર પથારો રેલાવી દીધો. હજારો લોકોના શ્વાસ રૂંધાયા. Read More…