લેખકની કલમે

કેચ આઉટ – “મને બોલિંગ અને બેટિંગ કરતા નથી આવડતું, પરંતુ ફિલ્ડીંગ એક દમ એક નંબર કરુ છુ” – વાંચો લેખકની કલમે

“સર…આજે શનિવાર છે, રમવા લઈ જાવને ?” મારા ક્લાસના બે મિત્રોએ, નવી ભરતીમા જોઈન થયેલા અશોક સરને કહ્યુ. “કઈ રમત રમવી છે છોકરાવ તમારે ? “અશોક સર કલાસના બધા વિધાર્થી ને સંભળાય તે રીતે બોલ્યા.

“સર..સર.. કબડ્ડી…..”
“નહી…સર…બેટ…દડો…..”
“સર…સર…ખો-ખો….”

મારા કલાસની અંદર રહેલા મારા સહ અધ્યાયી મિત્રોના અલગ-અલગ ગૃપે,સર સામે અલગ અલગ રમતનો પ્રસ્તાવ મૂક્યો.

“છોકરાવ….અવાજ ના કરો,ચુપ રહો.. “અશોક સરે ક્લાસમા રહેલા છોકરાવને કહ્યુ. “આ બેટ…દડો એ વળી કંઈ રમત “એક છોકરાને અશોક સરે પુછયુ. “સર….બેટ…દડો એટલે ક્રિકેટ….”છોકરાએ સરને ચોખવટ કરતા કહ્યું.અશોક સર આ જવાબ સાંભળીને હસી પડ્યા.

“હુ જે રમતના નામ બોલુ,તે રમત જેને રમવી હોય તે અવાજ કરા વગર આંગળી ઉંચી કરે,જે રમતમા સૌથી વધારે આંગળી ઉંચી થશે તે રમત હુ તમને રમવા લઈ જઈશ.અને હા,એક બીજી વાત,તમારી આંગળી કોઈ એક રમતમાજ ઉંચી થવી જોઈએ,એક થી વધુ રમતમા ભુલથી પણ તમારી આંગળી ઉંચી થઇ,તો તેને મારા હાથનો મેથી પાક મળશે,સમજાઈ ગયું બધાને…..”અશોક સરે ક્લાસમા રહેલા વિધાર્થીઓ ને કહ્યુ.અશોક સરની આ વાત સાથે બધા વિદ્યાર્થીઓ સહમત થયા.

અશોક સરે એક પછી એક,એમ જુદી-જુદી રમતના નામ બોલતા ગયા અને એક કાગળમા કંઈ રમત માટે કેટલી આંગળી ઉંચી થઇ,તેની સંખ્યા લખતા ગયા.દસ મીનીટ પછી અશોક સરે કાગળ સામે જોઈને કહ્યુ,
“છોકરાઓ…આજે આપણે બધાએ ક્રિકેટ રમવાનુ છે,કેમ કે સૌથી વધુ સંખ્યા ક્રિકેટ રમવા વાળાની છે….”
“ક્રિકેટ…એટલે બેટ દડોને સર…?”એક છોકરાએ અશોક સરની સામે જોતા,બધાને સંભળાય તે રીતે જોરથી પુછ્યું.
“હા…ટેણી….બેટ…દડે રમવાનુ છે આપણે આજે “અશોક સરે જવાબ આપતા કહ્યુ.

ક્લાસના ચાર-પાંચ છોકરા બેટ, સ્ટંમપ અને બોલ લઇ આવ્યા અને અશોક સર સાથે બધા ગાયોના ગોદરે રમવા માટે ગયા.

ત્યા જઇને બે ટીમ બનાવી,એક ટીમ અશોક સરની અને એક ટીમ ટેણીની.હુ ટેણીની ટીમમા હતો.અમારી ટીમ કાંઈ ખાસ હતી નહી.ટોચ કરો તો અશોક સરની ટીમ જીતી ગઈ,તેને પેલા બેટિંગ લીધી.

Image Source

ટેણીએ ટીમના બધા છોકરાને તેની સમજણ પ્રમાણે ફિલ્ડીંગમા ગોઠવ્યા.મને એક ખુણામાં ઉભો રાખેલો.અશોક સર અને તેની ટીમનો છોકરો બેટિંગ કરવા આવ્યા.ટેણી બોલિંગ કરવા માટે આવ્યો.અશોક સરે બે ફોર અને એક સિક્સર ફટકારીને ટેણીને ઝુડી કાઢ્યો.અમારી ટીમનો બીજો છોકરો બોલિંગ કરવા આવ્યો,અશોક સરની સાથે બેટિંગ કરવા આવેલા છોકરાએ એક રન દોડીને લીધો અને ફરી અશોક સર આવી ગયા બેટિંગમા અને તેને ફરી બે સિક્સર ફટકારી.હુ જે ખુણામા ઉભો હતો ત્યા એક પણ વાર બોલ આવ્યો ન હતો,ખુબ તડકો હતો એટલે હુ ખુણામા રહેલા એક બાવળના છાંયડે ટેણીને ખબર ન પડે એ રીતે બેસી ગયો.

અમારી ટીમમા ખાલી ટેણી અને તેના સગા ભાઈ જેવા મિત્ર,આ બેઉનેજ બોલિંગ આવડે,બાકી બીજા બધા ઠીક,નામના ક્રિકેટ રમવા વાળા.અશોક સર બધીજ અવરમા બે ફોર અને એકાદ સિક્સર ફટકારતા.ટેણી‌ અને તેનો મિત્ર બોલિંગ કરી કરીને ગરમીમા થાકી ગયા હતા.ટેણીના પરસેવાથી પલળી ગયેલા ચહેરા પર નિરાશા અને થાક દેખાઈ રહ્યો હતો.
“ટેણી….હુ ઓફ સાઈડમા સ્લીપ પર ફિલ્ડીંગ કરવા ઉભો રહી જાવ, તે સાઈડ પર અશોક સર બોવ બોલને ફટકારે છે…એટલે…”મે ટેણી સાથે વાત કરતા કહ્યુ.

“ના….તુ અહી ઉભો‌ રે…. ત્યા જવાની જરૂર નથી “ટેણીએ મને કહ્યુ.
“અરે…યાર…તુ સમજને….હુ સાચુ કહુ છુ “મે ટેણીને સમજાવાની અપીલ કરતા કહ્યુ.
“તને કંઈ ખબર ન પડે,કોઈ દિવસ મેચ તો જોતો નથી ટીવી પર…. ક્યારેક જ મેચ રમવા આવે છે તુ…એટલે કહુ છુ “ટેણીએ મને કહ્યુ.હુ વધારે કંઈ ન બોલતા જ્યાં ફિલ્ડીંગ કરતો હતો ત્યા ઉભો રહી ગયો.
ટેણીને ફાસ્ટ અને સ્પીન બોલિંગ બેવ આવડતી.ટેણી ફાસ્ટ બોલિંગ કરીને થાકી ગયો હતો,તેને હવે સ્પીન બોલિંગ શરૂ કરી.

ટેણીની સ્પીન બોલિંગ પર અશોક સર બોલને જોરથી ફટકારી નહોતા શકતા,એટલે હવે રનનો સ્કોર વધતો નહોતો.એટલે ટેણી અને બીજા બોલરે મળીને વિકેટ ન પડે તો કંઈ નહી,પણ તે લોકોને બોલ ખવરાવાનુ નક્કી કર્યુ.ટેણીની આ યુક્તિ કામ કરી રહી હતી.

પરંતુ કોઈ પણ ભોગે અશોક સરને આઉટ કરવા પડે તેમ હતુ,નહી તો અમે જીતીયે તેમ ન હતા.
ટેણીની સ્પીન બોલિંગમા સ્લીપ પર અશોક સરના આસાનથી કેચ પકડાઈ જાય તેવા કેચ ઉછળતા હતા.મે આ જોયુ અને ટેણીને આ વાત જણાવાનુ મે મારા મનમા નક્કી કર્યું.હુ ટેણી તરફ ચાલતો થયો અને થોડીકવાર પછી ઉભો રહ્યો.કેમ કે મારા મગજને અચાનક ટેણીના નીચે જણાવેલા શબ્દો યાદ આવ્યા.
“તને કંઈ ખબર ન પડે,કોઈ દિવસ મેચ તો જોતો નથી ટીવી પર…. ક્યારેક જ મેચ રમવા આવે છે તુ…એટલે કહુ છુ ”

અંતે મારાથી રહેવાયુ નહી અને ટેણીને ખબર ન પડે એ રીતે અશોક સરના જે બાજુ આસાન કેચ ઉછળતા હતા તે બાજુ જવાનુ શરૂ કર્યું.અંતે હુ એક નાના બાવળની આડમાં ઉભો રહી ગયો, કેમ કે અશોક સરના બધાજ કેચ એ બાજુ ઉછળતા હતા.

ટેણી બોલિંગ કરી રહ્યો હતો અને અશોક સરની ટીમનો એક તોફાની છોકરો ટેણીની બોલિંગ નો મજાક ઉડાવી રહ્યો હતો.

Image Source

ટેણીએ એક અંતરંગી સ્પીન બોલ ફેંક્યો અને અશોક સરે ધીમેથી તેને હવામા ઉછાળ્યો,બાવળ પાછળથી દોડીને હુ બોલ હવામા જે દિશા તરફ હતો ત્યા ગયો અને કોઈ પણ જાતના આત્મવિશ્વાસ વગર ,એકા એક મે કેચ કરી લીધો.
આ જોયને ટેણી અને અમારી ટીમના બીજા છોકરા મારી તરફ દોડતા આવ્યા અને બધાએ મને અશોક સરની વિકેટ પાડી તેના ઉત્સાહમા મને ઉંચો કરો અને જોર જોરથી મારુ નામ બોલવા માંડ્યા. મે કરેલા આ કેચથી અમારી ટીમના દરેક ખેલાડીના ચહેરા પરથી હતાશા ગાયબ થઈ ગઈ હતી અને એક ઉત્સાહ નુ હાસ્ય આવી ગયુ હતુ.
“અરે…યાર….તે તો મસ્ત કેચ કરો,તુ ક્યારેક જ ક્રિકેટ રમે છે તો પણ તારી ફિલ્ડીંગ સારી છે……”ટેણીએ મને કહ્યુ.

“એવુ એમ…ટેણી તારી બોલિંગ સારી છે,એટલેજ તો કેચ ઉછળ્યો અને અશોક સર આઉટ થયા “મે ટેણીને કહ્યુ.
ટેણીએ મારી વાત સાંભળીને મારી સાથે હાથ મિલાવો,અને અમે એક બીજાની પીઠ થાબડી ગળે મળ્યા ત્યા , સ્કૂલ પરથી છુટવાનો બેલ વાગ્યો અને બધાજ કલાસમેટ મેચ અધૂરી મુકીને સ્કુલ તરફ દોડવા લાગ્યા.

આ કિસ્સો હૂં જ્યારે મારી ગામની પ્રાથમિક શાળામા ભણતો હતો તેનો છે.મને બોલિંગ અને બેટિંગ કરતા નથી આવડતું, પરંતુ ફિલ્ડીંગ એક દમ એક નંબર કરુ છુ.પરંતુ હાલના ક્રિકેટમા બેટિંગ અને બોલિંગ ટોપ મોસ્ટ પ્રાયોરીટી છે.

#childhoodstory
#cricketstory
#truestory

Author: GujjuRocks Team (ખોડીફાડ મેહુલ (ગુરુ))
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks