ઉંદરનો શિકાર કરવા માટે ખુબ જ ઊંચે સુધી ચઢી બિલાડી, પછી ઉંદરે કર્યો એવો કાંડ કે બિલાડીની મહેનત ઉપર પાણી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની અંદર પ્રાણીઓની કેટલીક હરકતો પણ કેદ થઇ જતી હોય છે જેને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખુબ જ પસંદ કરતા હોય છે. ઘણા વીડિયોની અંદર પ્રાણીઓની એવી હરકતો જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ પેટ પકડીને હસવા લાગી જઈએ. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

બિલાડી અને ઉંદરની લડાઈ ઘણા સમયથી ચાલતી આવી છે. હા, કેમ નહીં કારણ કે ઉંદર એ બિલાડીની મનપસંદ ખાદ્ય વસ્તુઓમાંથી એક છે, જેને બિલાડી પકડવા, ખાવા અથવા મારવા માટે તૈયાર હોય છે. આવી બિલાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક બિલાડી ઉંદરને પકડવાની ઘણી કોશિશ કરે છે પરંતુ અંતે તમામ મહેનત ઉપર પાણી ફરી જાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડી ઉંદરને પકડવા માટે લોખંડની બનેલી ફ્રેમ પર ચડી રહી છે. સૈનિકની જેમ સખત મહેનત કરીને, બિલાડી તેના શિકાર માટે ટોચ પર પહોંચે છે. પરંતુ જેવી જ બિલાડી ટોચ ઉપર પહોંચે છે કે ઉંદર પણ તેને છેતરીને નીચે કૂદી જાય છે. અને બિલાડી પણ તે ઉંદરને કુદતા જોતી રહી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ઘણા પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. ઘણા બિલાડી પ્રેમી એકાઉન્ટ્સ પરથી પણ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને ઘણા લોકો જોઈ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે. ઘણા લોકો ઉંદરને બિલાડી કરતા પણ વધારે ચાલાક પ્રાણી કહી રહ્યા છે.

Niraj Patel