છોકરીને જોઈને બિલાડીએ પણ ડાન્સ કરવાનું શરૂ કરી દીધુ, લોકોએ કહ્યું, આ તો ‘કોપી કેટ’ છે..

સોશિયલ મીડિયા પર રોજના લાખો વીડિયો અપલોડ કરવામાં આવે છે. તેમાના ઘણા એટલા ફની હોય છે કે લોકો તેને વાંરવાર જોવાનું પસંદ કરી છે. ખાસ કરીને નાના બાળકો અને પ્રાણીઓના વીડિયો આજકાલ ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોકો આવા વીડિયો પર ખુબ કોમેન્ટ પર કરે છે અને પોતાના પેજ પર શેર પણ કરતા હોય છે. નાના બાળકો અને પ્રાણીઓની ક્યુટનેસ જોઈને તમારા દિવસભરનો થાક એક ઝાટકે જ ઉતરી જાય છે.

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આમ તો બિલાડીઓ ખૂબ તોફાની હોય છે. બિલાડીઓના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બિલાડી ડાન્સ કરી રહી છે. તે એક છોકરીની નકલ કરે છે. તેનો વીડિયો જોયા બાદ લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. આ બિલાડીની ખાસિયત એ છે કે જે છોકરી ડાન્સ કરી રહી છે તેવો જ ડાન્સ બિલાડી પણ કરી રહી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બિલાડી શાનદાર રીતે ડાન્સ કરતી જોવા મળી રહી છે. બિલાડી એટલી સરળ રીતે ડાન્સ કરી રહી છે જે જાણે કોઈ પ્રોફેશનલ ડાન્સર હોય. બિલાડીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ અંગે ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયો વિશે કહી શકાય કે આ બિલાડી એક Copy Cat છે. એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું કે આ વીડિયોમાં બિલાડી ખૂબ જ સુંદર લાગી રહી છે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું છે – અમે આવી બિલાડી ક્યારેય જોઈ નથી. હાલમાં આ વીડિયોને જોઈને લોકો પોતાની હસી રોકી શકતા નથી. લોકો વારંવાર આ વીડિયો જોઈ રહ્યા છે અને પોતાના પેજ પર શેર પણ કરી રહ્યા છે.

YC