બિલાડીઓએ ઘરમાં રાખેલા બુટની અંદર જ બનાવી લીધું પોતાનું ઘર, લોકોએ કહ્યું, “યોગ્ય જગ્યા મળી ગઈ” જુઓ વીડિયો

આપણા ઘરની અંદર જો બિલાડીના બચ્ચા હોય તો તે ક્યાં ખૂણે ખાંચરે ઘુસી જતા આપણે જોયા હશે, પરંતુ સોશિયલ મીડિયા હાલ બિલાડીઓનો ખુબ જ મજેદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોવામાં ખુબ જ ફની છે. સાથે જ તેમાં બિલાડીઓની મહેનત પણ નજર આવી રહી છે.

આ વીડિયોન ઇન્દર એક બિલાડી બુટની અંદર મજાથી આરામ કરી રહી છે. બીજી બિલાડી બૂટમાં સુવાનો પ્રયત્ન કરી રહી છે. આ બંને બિલાડીઓ ખુબ જ ક્યૂટ અને પ્રેમાળ લાગી રહી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર ઉપર આ વીડિયોને Buitengebieden નામના ટ્વીટર દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો શેર કરવાની સાથે એક કેપશન પણ પોસ્ટ કરવામાં આવ્યું છે. “દૃઢતા સાથે કરવામાં આવેલી મહેતન રંગ લાવે છે.” આ વીડિયોની અંદર બંને બિલાડીઓ નાના બાળકોની જેમ વર્તન કરે છે. બુટની અંદર ઘર બનાવવાની બિલાડીઓની આ મહેનતને લાખો લોકો નિહાળી ચુક્યા છે.

1 મિનિટ અને 47 સેકેન્ડના આ વીડિયોને જોઈને લોકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયો જેને જેને પણ જોયો છે તેમને ખુબ જ પસંદ આવ્યો છે. વીડિયોની શરૂઆતમાં બુટની અંદર ઘર બનાવવા માટે મહેનત કરી રહેલું  બિલાડીનું બચ્ચું આખરે જગ્યા બનાવી જ લે છે. તમે પણ જુઓ આ વીડિયોને…

Niraj Patel