ખબર મનોરંજન

બોલીવુડની એક્ટ્રેસ ચલાવી રહી હતી સેક્સ રેકેટ, પોલિસે રંગે હાથ દબોચી લીધી, ફેન્સ શરમથી થઇ ગયા પાણી પાણી

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર સેખ્સ રેકેટ ચાલતા હોવાના પર્દાફાશ થાય છે. ત્યારે હાલમાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 11એ સોમવારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા સેખ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અહેવાલ મુજબ આ રેકેટ કથિત રીતે કાસ્ટિંગ ડિરેક્ટર-એક્ટ્રેસ આરતી મિત્તલ દ્વારા ચલાવવામાં આવતુ. ગોરેગાંવના એક સ્થળેથી બે મોડલને બચાવી લેવામાં આવી હતી અને તેમને ઘરે પરત મોકલી દેવામાં આવી.

મોડલ્સે પોલીસને જણાવ્યું કે આરતીએ તેમને 15,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પોલીસે ડમી ગ્રાહકોને હોટલમાં મોકલીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આરતી મિત્તલની પોલિસે ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રેકેટની માહિતી પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ સુતારને મળી હતી. જે બાદ એક ટીમ બનાવી અને એક ગ્રાહકના રૂપમાં ત્યાં પહોંચ્યા. આ પછી મિત્તલને ત્યાં બોલાવવામાં આવી અને તેના મિત્રો માટે બે છોકરીઓ લાવવાનું કહ્યું.

મિત્તલે તેમના માટે વ્યવસ્થા કરવા માટે 60,000 રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે એમ પણ કહ્યું હતું કે આરતીને વેશ્યાવૃત્તિમાં જોડાવા માટે સારા પૈસાની ઓફર કરવામાં આવી ત્યારે તેને નિશાન બનાવવામાં આવી હતી. કાસ્ટિંગ ડિરેક્ટર હોવા ઉપરાંત, આરતી એક અભિનેત્રી પણ છે. તેણે ‘અપનાપન’ જેવા ટેલિવિઝન શોમાં પણ કામ કર્યું છે. આ શોમાં રાજશ્રી ઠાકુર પણ જોવા મળી હતી. થોડા સમય પહેલા આરતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે તે આર માધવન સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.