ખબર

ભારતમાં આ જગ્યાએ મળે છે માત્ર 10-20 રૂપિયે એક કિલો કાજુ, કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે

આજે જાણો ક્યાંથી મળશે સસ્તા કાજુ.. કોઈ ઓળખિતુ રહેતુ હોય તો મંગાવી લેજો મિત્રો

કાજુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે તે વાત આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ કાજુની કિંમત સાંભળીને જ તેને ખાવાનો સ્વાદ ચાલ્યો જાય. બજારમાં સામાન્ય રીતે કાજુની કિંમત 800 રૂપિયા પ્રતિ કિલોથી લઈને 1200 રૂપિયા પ્રતિકિલો સુધીની જોવા મળે છે. પરંતુ આજે અમે તમને એક એવા સ્થળ વિશે જણાવીશું જ્યાં કાજુ ડુંગળી બટાકા કરતા પણ સસ્તા મળે છે. અહીંયા કાજુની કિંમત માત્ર 10-20 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

આ જગ્યા આવેલી છે દિલ્હીથી 1200 કિલોમીટર દૂર ઝારખંડના જામતાડા ના નાલામાં. ત્યાં લગભગ 49 એકડની અંદર કાજુના બગીચા આવેલા છે. આ બગીચા બ્લોક મુખ્યાલયથી લગભગ 4 કિલોમીટર દૂર છે. ડાડર કેવળજોરિયાથી ભંડારકોલ સુધી લગભગ 5 કિલોમીટર સુધી ફેલાયેલા છે.

Image Source

આ બગીચાઓમાં દર વર્ષે હજારો ક્વિન્ટલ કાજુની ઉપજ થાય છે, પરંતુ દેખરેખનાં આભાવે સ્થાનિક લોકો અને રસ્તે અવર જ્વર કરતા લોકો તેને લઇ જાય છે. આસપાસની મહિલાઓ અને બાળકો કાજુના ફળને તોડીને ડુંગળી બટાકા કરતા પણ સસ્તા ભાવે 10થી 20 રૂપિયે કાજુને વેચી દે છે.

Image Source

પૂર્વ ઉપાયુક્ત કૃપાનંદ ઝાએ નાલાને કાજુ નગર બનાવવાનું સપનું જોયું હતું. તેમની પહેલ ઉપર નિમાઈ ચંદ્ર ઘોષ એન્ડ કંપનીને માટે ત્રણ લાખની ચુકવણી ઉપર ત્રણ વર્ષ સુધી બગીચાની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદથી જ કાજુના બગીચાની હાલત બગડી ગઈ. ત્યારથી આ બગીચાઓ ઉપર સરકારી આકાઓની આડી નજર પડેલી છે.

Image Source

સીઓએ આના માટે નવી રીતે શરૂઆત કરવાની વાત કરી છે. સ્થાનિક વિધાયક તેના માટે વિસ્તારમાં કાજુ પ્રોસેસિંગ પ્લાંટ લગાવવાની માંગ પણ કરી રહ્યું છે. તેમને જણાવ્યું હતું કે ઘણીવાર વિધાનસભાની અંદર સરકારનું ધ્યાન કાજુ બગીચા તરફ લાવવામાં આવ્યું પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સાર્થક પહેલ કરવામાં નથી આવી. માહિતીનો સોર્સ: ન્યુઝ18