ખબર

ગુજરાતમાં કોરોના અને બ્લેક ફંગસ બાદ વધુ એક આફત, આ બીમારીથી દર્દીઓ ગુમાવી શકે છે તેમના શરીરનું અંગ

હે ભગવાન, આ બીમારીમાં બિચારા દર્દી પોતાના શરીરનાં અંગ પણ ગુમાવે છે- જાણો સમગ્ર વિગત

હાલ ગુજરાત રાજય કોરોના અને બ્લેક ફંગસ જેવી બીમારીનો સામનો કરી રહ્યુ છે, તેવામાં હવે એક નવી બીમારી આવતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. આ નવી બીમારી છે ગેંગરીન. ગેંગરીનના કેસો સામે આવતા હાલ હડકંપ મચી જવા પામ્યો છે. આ બીમારીને કારણે શરીરનું અંગ પણ દર્દીઓને કપાવવુ પડી શકે છે.

કોરોનાથી રિકવર થયા બાદ બ્લેક ફંગસના કેસો વધી રહ્યા છે અને હવે આ બધા વચ્ચે ગેંગરીનની બીમારીના કેસો પણ સામે આવ્યા છે. દર્દીઓમાં લોહી ગંઠાવવાની સમસ્યા જો રહે તો આ બીમારીની શક્યતા બધી જાય છે. શરીરના જે અંગમાં રંગનો બદલાવ જોવા મળે તેની પર આ બીમારી ગેંગરનની અસર થાય છે. આ બીમારી હવે દર્દીઓ વધતા લોકોમાં ભય ફેલાવવા લાગ્યો છે.

હજુ તો કોરોનાની બીજી લહેર થમી રહી નથી અને તે બાદ બ્લેક ફંગસનો કહેર જોવા મળી રહ્યો છે અને હવે આ બધા વચ્ચે ગેંગરીન નામની નવી બીમારીના કેસ જોવા મળ્યા છે. જો સમયસર આ બીમારીની સારવાર ના થાય તો શરીરના અંગ કપાવવા પણ પડી શકે છે. શરીરના કોઇ અંગના ટિશ્યુને ઓક્સિજન ન મળી રહે એટલે ગેંગરીનની બીમારી થાય છે.

કોરોનાગ્રસ્ત કેટલાક દર્દીઓમાં આ સમસ્યા ના થયા તે માટે અગાઉથી જ દવાઓ આપવામાં આવે છે. આ બીમારીની અસર શરીરના અલગ અલગ પાર્ટમાં થતી હોવાથી તેની સારવાર સમયસર જરૂરી છે. સર્જન દ્વારા જ તેમની સારવાર થઇ શકે છે.