ખબર

આ 9 રાજ્યોમાં બે થી ત્રણ ગણા સુધી વધી ગયા કોરોનાના રોજના કેસ, ટેંશનનો માહોલ થતા લોકોમાં ફફડાટ

કોરોના સંક્રમણના નવા મામલાઓ અત્યાર સુધી મહારાષ્ટ્ર અને પંજાબ સુધી જ સીમિત હતા, પણ હવે અન્ય રાજ્યોમાં તેનો વધારો થઇ રહ્યો છે.મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, દિલ્લી, ગુજરાત, હરિયાણા અને કર્ણાટકમાં રોજના નવા કેસ આવી રહ્યા છે. (અહીં લીધેલી તમામ તસ્વીરો પ્રતીકાત્મક છે).

Image Source

સોમવારની સવારે મળેલા આંકડાના આધારે ભારતમાં આગળના 24 કલાકમાં કોરોનાના 18,599 નવા કેસ સામે આવ્યા છે અને તેની સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,12,29,398 થઇ ચુકી છે, આ સિવાય આગળના 24 કલાકમાં 97 મૌત થઈ ચુકી છે.

આંકડાના આધારે દેશમાં સક્રિય મામલાની સંખ્યા 1,88,747 છે અને ડિસ્ચાર્જની સંખ્યા 1,08,82,798 છે. આ સિવાય દેશમાં 2,09,89,101 જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

Image Source

વાત કરીએ ગુજરાત રાજ્યની તો રવિવારે સામે આવેલા આંકડાના હિસાબે નવા દર્દીઓની સંખ્યા 575 સુધી પહોંચી ગઈ છે. આગળના દિવસોમાં કોરોના સંક્ર્મણની સંખ્યા સતત વધતી જઈ રહી છે, આ લગાતાર ત્રીજો દિવસ છે જ્યારે કોરોનાના નવા કેસની સંખ્યા 500 થી વધારે પહોંચી છે. જેને લીધે રાજ્યમાં કુલ કોરોના કેસની સંખ્યા વધીને 2,73,386 થઇ ચુકી છે, જ્યારે મરનાર વ્યક્તિઓની સંખ્યા 4415 સુધી પહોંચી ગઈ છે.

Image Source

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા કેસની સંખ્યા 11,000 પર થઇ ચુકી છે, રાજ્યમાં 38 લોકોની મૌત થઇ ચુકી છે. જ્યારે મધ્ય પ્રદેશમાં આગળના 24 કલાકમાં વાયરસના 429 જેટલા નવા કેસ સામે આવ્યા છે અને 3 વ્યક્તિઓની મૌત થઇ ચુકી છે.

Image Source

કર્ણાટકમાં આગળના 24 કલાકમાં 622 જેટલા સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે જેથી કુલ આંકડો 9.55 લાખ સુધી પહોંચી ગયો છે. આ મહામારીમાં કુલ 12,362 જેટલા લોકોની મૌત થઇ ચુકી છે.

દિલ્લીમાં આગળના 24 કલાકમાં નવા કેસ 286 આવ્યા છે, હાલ કુલ કેસ 1,803 છે અને 10,921 જેટલા લોકોની મૌત થઇ ચુકી છે અને 6.28 જેટલા લોકો કોરોના મુક્ત પણ થઇ ચુક્યા છે. જ્યારે કેરળમાં આગળના 24 કલાકમાં 2100 નવા કેસ દર્જ થયેલા છે અને કુલ આંકડો 40,876 પર પહોંચ્યો છે અને 4300 જેટલી મૌત થઇ ચુકી છે.

તમિલનાડુમાં આગળના 24 કલાકમાં 567 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેથી કુલ કેસની સંખ્યા 8,55,121 થઇ ચૂક છે અને અત્યાર સુધીમાં 12,518 લોકોની મૌત થઇ ચુકી છે. જ્યારે હરિયાણામાં 24 કલાકમાં 305 જેટલા નવા કેસ સામે આવ્યા છે. કુલ આંકડો 2,72,520 એ પહોંચ્યો છે અને અત્યાર સુધીમાં 3056 લોકોની મૌત થઇ ચુકી છે.