ખબર

આખી દુનિયા સામે ચીનનો ભાંડો ફૂટ્યો, 82 હજારની સંખ્યા નથી પણ આટલા લાખો છે- જાણો વિગત

સૈન્ય સંચાલિત ચીનની એક યુનિવર્સિટીમાંથી બહાર આવેલી માહિતી અનુસાર, ચીનમાં કોરોના વાયરસના સંક્રમણનો શિકાર માત્ર 4 હજાર જ નહીં પરંતુ 6.4 લાખ લોકો થયા હતા. ચીને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે અહીં કોરોનાના 84,029 કેસ નોંધાયા છે. પરંતુ ચાંગ્સા સ્થિત નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેક્નોલોજીનો લીક થયેલો ડેટા સૂચવે છે કે ચીનમાં કોરોના દર્દીઓની સંખ્યા 6.4 લાખ છે.

લીક થયેલા ડેટામાં દેશના 230 શહેરોમાંથી 6.4 લાખ લોકોની માહિતી છે, જેમાં પુષ્ટિ થયેલા કેસની તારીખ, સ્થળ અને બીજી બાંધી માહિતી છે, જે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી લઈને એપ્રિલના અંત સુધી નોંધાયા છે. આ ડેટામાં સ્થાનમાં હોસ્પિટલ, રહેઠાણ, એપાર્ટમેન્ટ, હોટલ, સુપરમાર્કેટ, રેલવે સ્ટેશન, સ્કૂલો પણ સામેલ છે.

Image Source

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સંખ્યા 6.4 લાખથી વધુ કે તેનાથી ઓછી હોઈ શકે છે. આ ડેટા ક્યાંથી ભેગો કરવામાં આવ્યો એ અંગે કશું સ્પષ્ટ નથી, પણ યુનિવર્સિટીની સાઇટ પર લખ્યું છે કે તેણે અનેક પબ્લિક રિસોર્સસનો ઉપયોગ કર્યો છે. આ ડેટામાં કોઈનું નામ ન હોવાથી આ કેસોની પુષ્ટિ કરવી અઘરી છે.

Image Source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું આના પર કહેવું છે કે તેમની પાસે આવા કોઈ ડેટાની જાણકારી નથી અને અમેરિકાએ ચીન પર કોરોના દર્દીઓની સંખ્યા છુપાવવાનો આરોપ લગાવ્યો છે.

આમ પણ ચીન પર કોરોના વાયરસને ફેલાવવા માટેના આરોપો સતત લાગ્યા જ કરે છે અને હવે તેના પર કોરોના દર્દીઓની સંખ્યા ઓછી દર્શાવવાનો આરોપ છે. તો ચીન એવા દવા પણ કરી રહ્યું છે કે તે કોરોના વાયરસને હરાવવામાં સફળ સાબિત થયું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.