ખબર

11 વર્ષનું બાળક રડતા રડતા પોલીસ સ્ટેશન પહોંચ્યું, બે પોપટના જવાબથી ઉકલ્યો આખો કેસ. વાંચો સમગ્ર મામલો

ઘણા પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓ હોય છે જેનો માણસ સાથેનો સંબંધ માણસ માણસના સંબંધ કરતા પણ વિશેષ હોય છે, ભલે તે માણસની જેમ મોઢેથી બોલી નથી શકતા પરંતુ તે આપણી આંખો જોઈને આપણી ભાવનાઓને સમજી જતા હોય છે. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે પોલીસ સ્ટેશનમાં કોઈ પક્ષી કેસ ઉકેલી શકે છે?

Image Source

હા આ વાત સાચી છે. રાજસ્થાનના રાસમંદ જિલ્લામાં એક 11 વર્ષનું બાળક રડતા રડતા પ્લોટ્સ સ્ટેશન પહોંચ્યું અને એસએચઓને ફરિયાદ કરી કે એક આંટી તેના બે પોપટ નથી આપી રહી, બાળકની વાત સાંભળીને એસ એચઓએ તે મહિલાને બંને પોપટ સાથે પોલીસ સ્ટેશનમાં બોલાવી, પરંતુ પોલીસ સ્ટેશનમાં બાળકના માથે મુસીબત એવી હતી કે તે સાબિત કેવી રીતે કરી શકે કે તે બંને પોપટ તેના છે? પરંતુ ત્યારબાદ પોપટના જવાબ દ્વારા જ આખો કેસ ઉકેલાઈ ગયો.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના રાસમંદ જિલ્લાના કુંવારીયા ગામના એક બાળક કરણ સેને બે પોપટ પાળ્યા હતા. તે બંનેમાંથી એકનું નામ રાધા અને એકનું નામ કૃષ્ણ તેને રાખ્યું હતું. પરંતુ લોકડાઉનમાં જ તે બંને પોપટ તેના ઘરેથી ઉડી ગયા, લોકડાઉન હોવાના કારણે કરણને તેના પરિવારજનોએ પોપટને શોધવા માટે બહાર ના જવા દીધો. પરંતુ કરણ તેના બંને પોપટને શોધતો રહ્યો.

Image Source

લોકડાઉનમાં થોડી ઢીલ મળી તો તે પોતાના બંને પોપટને શોધવા માટે બહાર નીકળ્યો, ઘરેથી લગભગ અડધો કિલોમીટર દૂર તેને તેના બંને પોપટ મળી ગયા, પરંતુ હવે તેને એક મહિલાએ પાળી લીધા હતા. અને તે મહિલાએ તે પોપટ આપવાની ચોખ્ખી ના પાડી દીધી.

Image Source

પોતાના પોપટને પાછા મેળવવા માટે તે બાળક પોલીસ સ્ટેશનમાં ગયો, અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પેશાવર ખાનને ફરિયાદ કરી. પેશાવર ખાને એક કોન્સ્ટેબલને તે મહિલાને પોપટ સાથે જ પોલીસ સ્ટેશનમાં આવવા માટે જણાવ્યું, મહિલાએ તે પોપટ તેના છે અને તેને પાછા આપવાથી પણ ઇન્કાર કરી દીધો.

Image Source

પોલીસ સ્ટેશનમાં જ કરણે કહ્યું કે તે સાબિત કરે છે કે તે બંને પોપટ તેના છે, અને તેને તરત રાધા કૃષ્ણના નામનો અવાજ કર્યો, અને તે બંને પોપટ તરત કરણ, તેના દ્વારા સાબિત થઇ ગયું કે તે બંને પોપટ કરણના જ હતા, પોપટ જ કરણ  જુમી ઉઠ્યો, મહિલાને પણ તે બંને પોપટ કરણને સોંપી દેવા પડ્યા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.