ફિલ્મી દુનિયા

NCB સામે શ્રદ્ધા કપૂર અને સારા ખાનનો મોટો ખુલાસો, કહ્યું -શૂટિંગના સેટ પર સુશાંત..

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ બોલીવુડના ઘણા લોકો તેમાં સંડોવાયેલા જોવા મળ્યા છે. એનસીબી દ્વારા આ કેસની તેજ ગતિએ તપાસ પણ ચાલી રહી. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકૂલ પ્રીત સિંહ, સિમોન ખંબાટા, શ્રદ્ધા કપૂરને એનસીબી દ્વારા સમન્સ મોકલી દેવામાં આવ્યું હતું.

Image Source

સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ બોલીવુડના દિગ્ગજોના નામ જોડાયેલા મળ્યા હતા જેમાં એક અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું પણ નામ સામેલ હતું. જેને આજે એનસીબી ઓફિસમાં પુછપરછ માટે બોલાવવામાં આવી હતી. શ્રદ્ધાએ એનસીબી ઓફિસમાં મોટા ખુલાસા કર્યા હતા.

Image Source

શ્રદ્ધાએ એનસીબીના અધિકારીઓ સમક્ષ પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે: “ફિલ્મ છિછોરેની પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવતું હતું, સુશાંતને મેં તેની વેનિટી વેનની અંદર ડ્રગ્સ લેતા જોયો છે. પરંતુ મેં ક્યારેય ડ્રગ્સ લીધું નથી.

Image Source

આજ રોજ એનઇસીબી ગેસ્ટહાઉસની અંદર ચાલી રહેલી પુછપરછમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ હાજર રહી છે. તેની સાથે પણ પુછપરછ ચાલી રહી છે તો સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે પણ ડ્રગ્સ લેવાને લઈને પુછપરછ થઇ રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.