ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને જેલમાંથી બહાર કાઢવા મથી રહેલા વકીલ પોતે મુકાયા મુશ્કેલીમાં, પોલિસમાં નોંધાઇ ફરિયાદ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Tathya Patel Advocate : અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જગુઆર કાર હંકારી અનેક લોકોના જીવ લેનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ બંને જેલમાં બંધ છે. ત્યારે બંનેને બહાર કાઢવા માટે મથી રહેલા તેમના વકીલ નિશાર વૈદ્ય પોતે પણ મુશ્કેલીમાં ફસાયા છે. તેમના વિરૂદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ખોટું સોગંદનામું કરવાનો ગુનો નોંધાયો છે.

ગુજરાત હાઈકોર્ટમાં દવાનો સ્ટોર ચલાવતા નિધીશ કંસારાએ અરજી કરી છે અને ભૂમિષ્ટ પટેલ તેમજ નરેન્દ્ર પટેલે બનાવટી દસ્તાવેજોથી ડ્રગ્સ લાઈસન્સ લીધું હોવાની ફરિયાદ કરી. આ કેસમાં આરોપીઓ તરફથી એડવોકેટ નિશાર વૈદ્ય દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી.

પણ બંને આરોપી વિદેશમાં હોવા છતાં વીડિયોથી સોંગદ લેવડાવીને સોગંદનામામાં તેમની સહીઓ કરાતા પોલીસને ખોટું સોગંદનામું કરવા પર નિશાર વૈદ્ય સામે ફરિયાદ નોંધવા ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા આદેશ કરાયો છે. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે પોલીસ ફરિયાદ કરવા નિર્દેશ કરી નિશાર વૈધ કેસમાં કરેલી આગોતરા જામીન અરજીનો નિકાલ કરતા કહ્યું- વીડિયોથી સોગંદ લેવડાવી શકાય નહીં.

આરોપીના પિતાએ કોર્ટમાં કબૂલ્યું હતુ કે દીકરો અમેરિકામાં છે, પણ વકીલે વિડીયો કોન્ફરન્સ દ્વારા સોગંદ લેવડાવ્યા. જણાવી દઇએ કે, તથ્યના વકીલ નિશાર વૈદ્ય સામે પહેલાથી જ લેન્ડ ગ્રેબિંગ કેસમાં ફરિયાદ નોંધાયેલી છે, ત્યારે હવે કોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કરવા પર વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina