મનોરંજન

BREAKING NEWS: સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ સહિતના 38 કલાકારો વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ થયો

વર્ષ 2019માં હૈદરાબાદમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. જેમાં 4 લોકોએ એક છોકરી પર રેપ કર્યા બાદ તેને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાએ બધાને ઝકઝોર કરી દીધી હતી અને સોશિયલ મીડિયા પર લોકોએ ઘણી નારાજગી જતાવી હતી. સામાન્ય લોકો સિવાય સેલિબ્રિટીઓએ પણ આ ઘટના પર દુખ જતાવ્યુ હતુ. આ દરમિયાન કેટલાક સેલિબ્રિટીએ પીડિત છોકરીની ઓળખ ઉજાગર કરી હતી જે બાદ હવે તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

રીપોર્ટ અનુસાર બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર અને રકુલપ્રીત સિંહ સહિત 38 ઇન્ડિયન સેલિબ્રિટી પર રેપ પીડિતાની ઓળખ સોશિયલ મીડિયા પર ઉજાગર કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સેલિબ્રિટીમાં બોલિવુડ ઉપરાંત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો પણ સામેલ છે. કાનૂન અનુસાર કોઇ પણ રેપ પીડિતાનું નામ, તસવીર કે તેની કોઇ અસલી ઓળખ ઉજાગર કરવી અપરાધ છે. આ લિસ્ટમાં અનુપમ ખેર, ફરહાન અખ્તર, રવિ તેજા જેવા અનેક નામ પણ સામેલ છે.

સેલિબ્રિટી વિરૂદ્ધ આ કેસ દિલ્લીના એક વકીલે ગૌરવ ગુલાટીએ દાખલ કરાવ્યો છે. તેમણે સબ્જી મંડી પોલિસ સ્ટેશનમાં ઇંડિયન પીનલ કોડની ધારા 228A અંતર્ગત મામલો દાખલ કરી તીસ હજારી કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. તેમણે તેમની ફરિયાદમાં કહ્યુ કે, બીજા માટે ઉદાહરણ બનવાની જગ્યાએ સેલિબ્રિટીએ નિયમો તોડી પીડિતાની ઓળખ ઉજાગર કરી છે. વકીલે તેમની અરજીમાં આ બધા સેલિબ્રિટીની તરત ધરપકડની માંગ કરી છે.