અમદાવાદમાં ક્રિકેટ સટ્ટામાં દેવું થઈ જતાં પતિએ બૈરીને દેહ વ્યાપારમાં ધકેલી દીધી, ખરાબ ખરાબ ફોટાઓ ઇન્ટરનેટ પર ચડાવ્યા ને પછી…

પૈસા માટે બૈરીનો સોદો કર્યો, પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા, દેવુ થઈ જતા દેહવેપારમાં ધકેલી

Ahmedabad News : અમદાવાદમાંથી એક એવી પ્રેમકહાની સામે આવી કે જેનું પરિણામ બદનામી મળ્યું. અમદાવાદમાં રહેતા એક યુવક સાથે મુંબઈમાં રહેતી યુવતીને પ્રેમ સંબંધ બંધાયો પણ તે યુવતિને એ ખબર નહોતી કે તેના પ્રેમનો ઉપયોગ કેટલી હદ સુધી ખરાબ થઈ રહ્યો છે.

અમદાવાદમાં લવ, સેક્સ અને ધોખાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા બાદ ચકચારી મચી ગઇ છે. પતિએ ક્રિકેટ સટ્ટામાં દેવુ થતા પોતાની જ પત્નીને દેહવેપાર માટે મજબુર કરી અને પત્નીએ થોડા સમય બાદ વિરોધ કરતા પતિએ મોર્ફ કરેલ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા.

ત્યારે આખરે પોર્ન સાઈટ પર ફોટા મુકતા પત્નીએ કંટાળી પતિ સહિત 6 ઇસમો વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે નરાધમ પતિની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આરોપી પતિનું નામ વિશાલ ભાવસાર છે અને તેણે પહેલા યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે સંબંધો બાંધ્યા અને જ્યારે મહિલા પ્રેગ્નેટ થઈ ગઇ ત્યારે તેની સાથે લગ્ન કરવાની ફરજ પડી.

જો કે, તે પછી તેને ક્રિકેટ સટ્ટામાં દેવુ થઇ જતા તેણે તેની પત્નીને દેહવેપારમાં ધકેલવા મજબૂર કરી. આરોપી વિશાલે છેલ્લા બે વર્ષથી તેની પત્નીને અનૈતિક ધંધામાં ધકેલી રાખી હતી અને આ માટે વિશાલે તેના પુરુષ મિત્રોનો ઉપયોગ પણ કર્યો હતો. પણ હદ તો ત્યારે થઇ જ્યારે આરોપીની મહિલા મિત્રો પણ ફરિયાદી મહિલાના દેહ વેપારના સોદા માટે આરોપીને મદદ કરતી.

પીડિતાના પતિએ તેના મોર્ફ કરેલ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા અને આખરે છેલ્લા બે વર્ષથી અનૈતિક દેહવેપારના ધંધાથી કંટાળી મહિલાએ તેના પતિ અને પતિના મિત્ર વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. વિશાલ અને યુવતિ 2016માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને તે બાદ બંને વચ્ચે નિકટતા વધતા વર્ષ 2018થી લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. જો કે, ફરિયાદી યુવતિ ગર્ભવતી બનતા તેના આગ્રહના કારણે વિશાલ અને તેના વર્ષ 2021માં બંનેના લગ્ન થયા.

એવું સામે આવ્યુ છે કે, ફરિયાદી તેના પતિના પહેલાથી થયેલ લગ્ન અંગે વાકેફ નહોતી. સટ્ટા અને જુગારના રવાડે ચડેલો પતિ પૈસા ગુમાવતો ગયો, અને પછી તેણે તેની પત્નીના શારિરીક સોદા કરવાની શરુઆત કરી. તે તેના ઘરે પણ અન્ય લોકોને બોલાવી પત્નીને શરીર સંબંધ બાંધવા મજબૂર કરતો. ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેના પતિના મિત્રો અનૈતિક કામ માટે મદદ કરતા અને તેની બે વર્ષની બાળકીને તેમની પાસે જ રાખતા. જોકે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ બાળકીનો કબજો તેની માતાને સોંપી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

Shah Jina