સુરતમાં સુંદર મહિલાએ વેપારીને કહ્યુ- ‘ઘરે કોઇ ના હોય ત્યારે આવજો, બોવ જલસા કરીશું…’ આગળ જબરું થયું….

‘ઘરે કોઇ ન હોય ત્યારે આવજો, બહુ જલસા કરીશું’:સુરતમાં સાબુના વેપારી ખુબસુરત પરિણીતા પાછળ થયો લટ્ટુ, અંજામ બહુ જ ખરાબ આવ્યો- જાણો અંદરની વિગત

સુરતમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અવાર નવાર હત્યા, લૂંટપાટ, છેતરપિંડી સહિત બ્લેકમેલિંગની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ ઉપરાંત રાજ્યભરમાંથી હનીટ્રેપના કિસ્સા સામે આવી રહ્યા છે, જે કેટલાક સમયથી થમવાનું નામ નથી લઇ રહ્યા. ત્યારે કેટલાક દિવસ પહેલા આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક સાબુના વેપારીને હનીટ્પેમાં ફસાવવામાં આવ્યા હતા. આરોપીએ મહિલાએ વેપારીને કહ્યુ હતુ કે, મારા ઘરે કોઇ નહીં હોય ત્યારે આવજો, આપણે મજા કરીશું. આમ કહી મહિલાએ વેપારીને હનીટ્રેપમાં ફસાવી 1.10 લાખની માગણી કરી હતી.

આ મામલે પીડિતે પોલિસ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે હાલમાં જ એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પહેલા જ આરોપી મહિલાનો પતિ સહિત બે લોકો ઝડપાઈ ચુકયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના મોટા વરાછા સ્થિત સુમન નિવાસમાં રહેતી સોનલ સાવલિયાએ પીડિત સાબુના વેપારી સાથે ફોન પર મિત્રતા કરી તેને ઘરે બોલાવ્યો અને પછી પતિ તેમજ મળતિયા દ્વારા પાંચ લાખ રૂપિયા પડાવવા માટે હનીટ્રેપનું કાવતરુ ઘડ્યુ. મહિલાના પતિએ વેપારીને મારી પત્ની સાથે શું કરે છે તેમ કહી માર માર્યો,

પછી આરોપીના પતિ સહિત બે લોકોએ વેપારીને એક રૂમમાં પૂરી પાંચ લાખની માગણી કરી. તે બાદ 1.10 લાખમાં સમાધાન થયું. જો કે, 25000 રૂપિયા પડાવ્યા બાદ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સોનલ સાવલિયાની ધરપકડ કરી છે. આ બાબતે હવે વધુ પૂછપરછ થતા તેણે બીજા કોની કોની સાથે આવું કરી રૂપિયા પડાવ્યા છે તેનો પણ ખુલાસો થશે. ફરિયાદીએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે વોટ્સએપ પર તેની મુલાકાત સોનલ સાવલિયા સાથે થઇ હતી અને પછી સોનલે મજા કરવી હોય તો ઘરે આવવાનું કહ્યુ હતુ.

પ્રતિકાત્મક તસવીર

તેણે સવારે નવ વાગ્યે પતિ ઘરે ન હોઇ ફરિયાદીને બોલાવ્યો અને આ દરમિયાન તે સોનલના ઘરે ગયો પણ હતો. ત્યારે અચાનક બહાર બે માણસો આવી ચડ્યા અને ભીખુ સાવલિયા નામના આરોપીએ સોનલનો પતિ હોવાનું જણાવ્યું. તે બાદ તેણે કહ્યુ કે, મારી પત્ની સાથે શું કરે છે, જે બાદ માર પણ માર્યો. આ ઉપરાંત જયદીપ ભૂવા અને દેવેન્દ્ર ખેરડિયાએ ફરિયાદીને એક રૂમમાં પૂરી પાંચ લાખની માગણી કરી અને પછી 1.10 લાખમાં સમાધાન થયું. જોકે, પહેલા આરોપીઓએ 25 હજાર પડાવી લીધા પણ વેપારીએ ચાલાકી વાપરી પૈસા લેવા જવાનું કહી ત્યાંથી નીકળી પોલિસ સ્ટેશન પહોંચ્યો હતો.

Shah Jina