ઘણીવાર આપણે પોતાની સામે એવા ઘણા કિસ્સાઓ જોઈએ છીએ કે જેને જોઈને પણ આપણે એના પર વિશ્વાસ નથી કરી શકતા. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા પ્રકાશમાં આવ્યો જયારે એક યુવતીના હાથોના ટ્રાન્સપ્લાન્ટ બાદ થોડા સમય પછી તેના હાથોનો રંગ બદલાવા લાગ્યો.

પુણેની રહેવાસી 21 વર્ષીય શ્રેયાનું જીવન ત્યારે બદલાઈ ગયું કે જયારે તેની હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ થઇ. ઓપરેશન પછી તેના અક્ષરો પણ પહેલા જેવા જ થઇ ગયા છે. પરંતુ જે વાતથી ડોકટરો સૌથી વધુ ચોંકી ઉઠ્યાં એ છે શ્રેયાના હાથોનો રંગ. શ્રેયાને જે નવા હાથ લગાવવામાં આવ્યા હતા એ એક યુવકના હાથ હતા અને એ હાથ એના પોતાના સ્કિન ટોન કરતા ડાર્ક ટોનના હતા અને મોટી આંગળીઓ હતી. એ હાથ કેરળના રહેવાસી 20 વર્ષીય એક યુવકના મૃત્યુ બાદ શ્રેયાને લગાવવામાં આવ્યા હતા.

શ્રેયાની 2017માં હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી, એ પછી દોઢ વર્ષ સુધી તેની ફિઝિયોથેરાપી ચાલી, બધું જ બરાબર રહ્યું અને પછી થોડા સમય બાદ તેના હાથોનો રંગ બદલાવા લાગ્યો. હવે શ્રેયાના હાથનો રંગ તેના શરીરના રંગ જેવો જ થઇ રહ્યો છે. સપ્ટેમ્બર 2016માં પુણેથી કર્ણાટક જતા સમયે બસ અકસ્માતમાં શ્રેયાએ પોતાના બંને હાથ ગુમાવવા પડયા હતા. ઘટનાના એક વર્ષ બાદ કોચીન સ્થિત અમૃતા ઇન્સ્ટિટ્યૂટમાં હાથની સર્જરી માટે રજીસ્ટર કરાવ્યું. ઓગસ્ટ 2017માં સર્જરી થઇ.
હાથોનો રંગ બદલાવા પર શ્રેયા કહે છે કે મને નથી ખબર કે આ બદલાવ કેવી રીતે થયો. પણ એવું લાગે છે કે હવે આ મારા જ હાથ છે. ઓપરેશન પછી ત્વચાનો રંગ ઘણો ડાર્ક હતો, એવું નથી કે હું એને લઈને ચિંતિત હતી, પણ હવે એનો રંગ મારી ત્વચાના રંગ જેવો જ થઇ ગયો છે.

શ્રેયા એશિયાની પહેલી ઇન્ટર જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાવાળી છોકરી છે. એક આંકડા મુજબ, વિશ્વભરમાં 200થી ઓછા હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ થયા છે અને કશે પણ હાથોનો આ રીતે રંગ અને આકાર બદલાવાના આંકડા ઉપલબ્ધ નથી. ડોક્ટર્સનું કહેવું છે કે આ પ્રકારનો આ પહેલો જ કિસ્સો છે. પોતાની સફળ સર્જરી બાદથી શ્રેયા ખૂબ જ ખુશ છે. શ્રેયા સર્જરી બાદ હવે પહેલાની જેમ જ કામ કરી શકે છે. શ્રેયાનું આ ઓપરેશન કોચીનના અમૃતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં કરવામાં આવ્યું હતું, હવે અહીંના ડોકટરો શોધ કરી રહયા છે કે મહિલા હોર્મોન આ પ્રકારના બદલાવ શું ઝેલી શકશે.
અમૃતા ઇન્સ્ટિટ્યૂટમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગના અધ્યક્ષ ડૉ. સુબ્રમનિયા ઐયરે જણાવ્યું, અમે એક સાઇન્સ જર્નલમાં હેન્ડ ટ્રાન્સપ્લાન્ટના બે કિસ્સાઓ પ્રકાશિત કરવાની આશા કરી રહયા છે. એમાં થોડો સમય લાગશે. અમે શ્રેયાના હાથોના બદલાતા રંગ પર નજર રાખી રહયા છીએ. પરંતુ હજુ અમને બીજા બે તથ્યોની જરૂર છે. અફઘાનિસ્તાનના સિપાહીના હાથોનો રંગ પણ આ જ રીતે બદલાઈ રહ્યો હતો, પણ તેનું મૃત્યુ થઇ ગયું અને અમે એ વિષે વધુ જણકારી ભેગી કરી શક્યા નહિ.

ડૉ. મોહિતે કહ્યું, માત્ર પશ્ચિમમાં જ મહિલાથી પુરુષમાં હેન્ડ ટ્રાન્સપ્લાન્ટનો એક કેસ સામે આવ્યો હતો. પણ એના પર કોઈ વૈજ્ઞાનિક શોધ નથી થઇ કે એના પછી શું થયું. એવું બની શકે કે મેલાનિન-ઉત્પાદક કોશિકાઓ ધીરે-ધીરે ડોનર સેલ બદલી નાખે છે. જણાવી દઈએ કે શ્રેયાના હાથોનો રંગ અને કાંડાનો આકાર અને કોશિકાઓમાં ઘણો ફરક હતો, પણ હવે એના હાથના રંગની સાથે સાથે એનો આકાર પણ બદલાવા લાગ્યો છે.
શ્રેયા જયારે 19 વર્ષની હતી ત્યારે એનો અકસ્માત થયો હતો અને તેને પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા. આ પછી 13 કલાક ચાલેલા ઓપરેશન બાદ શ્રેયાને નવા હાથ મળ્યા અને આજે તે ઘણી ખુશ છે. શ્રેયાની માનું કહેવું છે કે તેની આંગળીઓ છેલ્લા મહિનાઓમાં લાંબી થઇ, હું એનો હાથ રોજ જોતી હતી. થોડા સમય પછી મેં જોયું કે એની આંગળીઓ છોકરીઓની આંગળીઓ જેવી દેખાઈ રહી હતી, કાંડા પણ નાના થઇ રહયા છે અને આ બધું જ સુખદ છે. ઓપરેશન પછી જયારે શ્રેયાનું વજન ઘટ્યું તો ડોક્ટરોને લાગ્યું જે શરીરના ઘટના વજનની સાથે જ તેના હાથ આવા થઇ ગયા. પણ શ્રેયાની માના જણાવ્યા બાદ ડોક્ટરોએ તેના પર ગંભીરતાથી ધ્યાન આપવાનું શરુ કર્યું.

હાલ શ્રેયાના ફિઝિયોથેરાપિસ્ટે જણાવ્યું કે ત્રણમાંથી એક નર્વ અને આંગળીઓની પેશીઓ સારી રીતે કામ કરે છે. સમય સાથે એ વધુ ઠીક થશે. એ પોતાના હાથથી સામાન્ય પ્રયોગ કરતા શીખી રહી છે. શ્રેયાએ પોતાનો એન્જીનીયરીંગનો અભ્યાસ છોડીને ઇકોનોમિક્સમાં બેચલર્સ કરી રહી છે અને છેલ્લા સેમેસ્ટરની નોટ્સ જાતે લખી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.