ખબર

માયાનગરી મુંબઈમાં 32 વર્ષની મહિલા સાથે નિર્ભયાની જેમ કરવામાં આવી બર્બરતા, આખરે પીડીતાએ તોડ્યો દમ, આરોપીની ધરપકડ

મહિલાઓ સાથે છેડછાડ, અત્યાચાર અને બળત્કારની ઘટનાઓ દેશભરમાંથી સતત સામે આવી રહી છે ત્યારે હાલ માયાનગરી મુંબઈના સાકીનાકા વિસ્તારમાં પણ એક એવી ઘટના બની જેને દિલ્હીમાં થયેલા નિર્ભય કાંડની યાદ આપવી દીધી છે. અહીંયા એક 32 વર્ષીય રેપ પીડિતા મહિલાનું સારવાર દરમિયાન મોત થઇ ગયું. આ મહિલાને સારવાર માટે રાજવાડી હોસ્પિટલ ઘાટકોપર દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલ પ્રશાસને તેના મોતની પુષ્ટિ કરી છે.

(પ્રતીકાત્મક તસવીર)

પ્રાપ્ત માહિતી અનુસાર સાકીનાકાના ખૈરાની રોડ ઉપર એક 32 વર્ષીય મહિલા સાથે પહેલા બળાત્કાર કરવામાં આવ્યો અને બળાત્કાર બાદ તેના પ્રાઇવેટ પાર્ટની અંદર લોખંડનો સળીયો નાખી દેવામાં આવ્યો. મહિલાને ખુબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે.


આ ઘટનાની એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે આરોપીએ મહિલા સાથે બળાત્કાર કર્યા બાદ તેને ખરાબ રીતે માર માર્યો અને પછી લોખંડની રોડથી હુમલો કર્યો. જેના બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં ઘણીવાર લોખંડની રોડ નાખી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી મહિલાને ટેમ્પોમાં નાખી અને ભાગી ગયો.

15 મિનિટ પછી ત્યાંથી પસાર થનારા એક વ્યક્તિ મહિલાને લોહીમાં લથપથ બેભાન સ્થિતિમાં જોઈ અને મુંબઈ પોલીસને ફોન કર્યો. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ આરોપી વિરુદ્ધ મહત્વની સાબિતી છે.