ખબર

કોરોનાએ ભારતને ધુણાવ્યું, આ મામલે ભારત એશિયામાં પહેલા નંબરે આવી ગયું- જાણો ફટાફટ

ભારતમાં કોવિડ 19નો કહેર સતત વધી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 3,06,095 થઇ ગઈ છે. ત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં 1 લાખને પ્લસ થઇ ગઈ છે.

ગુજરાતમાં કોવિડની સ્થિતિને લઇને આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 495 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ 19 કુલ દર્દીઓની સંખ્યા 22,665 થઇ છે.

આ બધા સમાચાર વચ્ચે એક રાહતની વાત પણ સામે આવી છે. 130 કરોડની આબાદી હોવા છતા અન્ય દેશોની સરખામણીએ ભારતમાં કોવિડની સ્પીડ ઘણી ઓછી છે. અમેરિકામાં સૌથી ઝડપી 82 દિવસમાં 3 લાખથી વધુ લોકો કોરોના પોઝિટિવ થયા હતા. ભારતમાં આ આંકડો 135 દિવસે નોંધાયો હતો.

સતત ત્રીજા દિવસે પણ 11 હજારથી વધુ કેસ નોંધાયા : છેલ્લા 24 કલાકમાં નવા 11,314 કેસ વધ્યા : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 3,09,606 કેસ નોંધાયા : 1,46,463 એક્ટિવ કેસ : કુલ 1,54,231 દર્દીઓ રિકવર થયા અને 388 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 8890 થયો

કોવિદ 19 વાયરસના લીધે એશિયામાં સૌથી વધારે દર્દીના મૃત્યુ ભારતમાં થયા છે. ઈરાનમાં 8659 સાથે બીજા નંબર પર, તુર્કી 4963 સાથે બીજા નંબર પર, ચીન 4634 સાથે ચોથા, પાકિસ્તાન 2480 સાથે 5માં નંબર પર છે. ઇન્ડોનેશિયા છઠ્ઠા, બાંગ્લાદેશ સાતમાં, ફિલિપાઈન્સ આઠમાં, જાપાન નાવમાં, સાઉદી અરબ કન્ટ્રી 10 માં નંબરે છે. ભારતમાં કોરોના ડેથ રેટ ૬ (પ્રતિ ૧૦ લાખ આબાદી) છે. ચીનમાં ૩, સિંગાપુરમાં ૪, બાંગ્લાદેશમાં ૭, પાકિસ્તાનમાં ૧૧ છે. એશિયામાં સૌથી વધે ડેથ ઈરાન છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં સૌથી વધારે કોવિડના દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 1 લાખથી વધારે પોઝિટિવ દર્દીઓ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.