આજના સમયમાં પણ ઘણા સમાજ એવા છે જ્યાં લવ મેરેજને સ્વીકૃતિ નથી આપવામાં આવતી અને લવ મેરેજ કરનારના ઘણીવાર ખરાબ પરિણામ પણ આવે છે. આવો જ એક કિસ્સો હાલ ફરિદાબાદમાંથી સામે આવ્યો છે.
પ્રેમ લગ્ન કરવાવાળી દીકરીની કથિત રૂપે ખોટી શાન બતાવવા માટે પિતાએ હત્યા કરી નાખી અને તેના શબને પણ સળગાવી દીધું જેના આરોપમાં પોલીસકર્મી પિતા સહીત અન્ય લોકો વિરુદ્ધ મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે.
વલ્લભગઢ સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુદીપ કુમારે શુક્રવારના રોજ જણાવ્યું કે પોલીસે મૃતક કોમલના પિતા સોહનપાલ, કાકા શિવ કુમ્મર અને ભાઈ વિરુદ્ધ મામલો દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. સોહનપાલ અને શિવકુમાર બંને વલ્લભગઢ રેલવે સ્ટેશન ઉપર જીઆરપીમાં સબ ઇન્સ્પેકટર છે. પોલીસને આપેલી ફરિયાદમાં કોમલના પતિ સાગરે જણાવ્યું કે તે અને કોમલ કોલેજના દિવસોથી જ એકબીજાને પસંદ કરતા હતા અને તેમને 8 ફેબ્રુઆરી 2021ના રોજ હિન્દૂ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા.

ફરિયાદ પ્રમાણે “કોમલે જયારે પોતાના પરિવારને લગ્ન વિશેની જાણ કરી ત્યારે તે ખુબ જ નાખુશ હતા. જેના કારણે નવપરણિત દંપતીએ કોર્ટમાં જઈને સુરક્ષા મંગાવી પડી. પરંતુ આ બધા વચ્ચે જ કોમલના પરિવારજનોએ આશ્વાસન આપ્યું કે હવે તેમને આ સંબંધથી કોઈ તકલીફ નથી અને 19 ફેબ્રુઆરીના ચેઈજ તેમને બંનેની ફરીથી સગાઈ કરાવી.
સાગરે જણાવ્યું કે “સગાઈ બાદ કોમલનો પરિવાર તેને પોતાની સાથે લઇ ગયો. આ બધા વચ્ચે જ 18 માર્ચના રોજ કોમલની એક બહેનપણીએ મને ફોન કરીને મારી પત્નીની હત્યા અને તેનો અંતિમ સંસ્કાર કરી દેવાની સૂચના આપી.”

ફરિયાદ પ્રમાણે સાગર પોતાના પરિવાર સાથે કોમલના પૈતૃક ગામ સહરોલા પહોંચ્યો, જ્યાં તેને કહેવામાં આવ્યું કે તેની પત્નીનું મૃત્યુ હૃદય રોગના કારણે થયું છે અને તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ સાગરની માતાનું કહેવું છે કે કોમલના ઘરવાળાએ પ્રેમ વિવાહથી નારાજ થઈને ખોટી શાન માટે તેમની વહુની હત્યા કરી દીધી છે. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.