ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ મોત મામલે હવે રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ સહીત 4 લોકો વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ અરજી

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતનો મામલો બિહારમાં જોર પકડી રહ્યો છે. સુશાંત સિંહના મોતને મામલે મંગળવારે ચાર લોકો વિરુદ્ધ મુઝફ્ફરપુરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વખતે નિર્માતા મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી સહીત 4 વિરુદ્ધ કોર્ટમાં આવેદન આપીને ફરિયાદ દાખલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by shushantsinghrajput (@shushantsinghrajputs) on

ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને મામલે વકીલ સુધીર કુમાર ઓઝાએ મંગળવારે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સુધીર કુમાર ઓઝાએ કોર્ટમાં આપેલા આવેદન મુજબ નિર્માતા મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, ફિલ્મ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને કીર્તિ સેનન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by pavitr rishta (@pavitr_rishta_) on

વકીલ સુધીર કુમાર ઓઝાએ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે 17 જૂનના રોજ એક અરજી દાખલ કરી હતી. આજે તે જ અરજીમાં અન્ય ચાર લોકોના નામ ઉમેરવા માટે કોર્ટને વિનંતી કરી હતી. વકીલ ઓઝાએ ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતમાં આ ચારેય લોકોની ભૂમિકા શંકાસ્પદ માનતા ચારેયના નામ ઉમેરવા માટે કોર્ટને નિવેદન કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by @aslijasoosiya (@jasoosiya) on

મુઝફ્ફરપુરના સીજીએમ કોર્ટમાં વકીલ સુધીર કુમાર ઓઝાએ જે અરજી દાખલ છે તેની સુનાવણી 3 જુલાઈના રોજ થશે. નોંધનીય છે કે, કોર્ટે આ ઘટનાને ગંભીરતાથી લેતા સુનાવણી માટે 3 જુલાઈ નક્કી કરી છે. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈ સ્થિત ફ્લેટમાં ફાસી લગાવીને આત્મહત્યા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by shahiranibybobby (@shahiranibybobby) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.