ખબર

અમદાવાદમાં 3 બાળકોની માતા 17 વર્ષના સગીરને ભગાડી ગઈ, 13 દિવસ સુધી શહેરથી દૂર રહીને માણ્યું શરીર સુખ અને……

Ahmedabad: 24 વર્ષની 3-3 બાળકોની માતાએ 17 વર્ષના છોકરા સાથે ભાગી ગઈ ને 13 દિવસ લગી માણ્યું શરીર સુખ, પોલીસે જોયું તો…

મહિલાઓ સાથે શારીરિક છેડછાડ અને બળાત્કાર જેવી ઘટનાઓ સામે આવે છે, પરંતુ હાલ અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને ખુબ જ ચર્ચાઓ ઉભી કરી છે. 3 બાળકોની માતાએ એક 17 વર્ષના સગીરને પ્રેમજાળમાં ફસાવી તેને લઈને ભાગી ગઈ હતી, 13 દિવસ સુધી સગીર સાથે સુખ માણ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી 3 દિકરીઓની 24 વર્ષની માતાને 17 વર્ષના સગીર સાથે પ્રેમ થયો હતો. પરીણિતા સગીરને સંતરામપુર ભગાડી ગઈ હતી. બંનેના સ્વજનોએ તેમની શોધખોળ કરતાં હાથ નહીં લાગતાં પોલીસનો સહારો લીધો હતો.

બંનેએ સંતરામ પૂરની અંદર સંબંધો પણ બાંધ્યા હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસને બંને જણા સંતરામપુરમાં હોવાની જાણ થતાં જ પોલીસ તેમને અમદાવાદ પકડી લાવી હતી. આ કેસમાં પરીણિતા સામે બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયો છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મહિલાના લગ્ન થઇ ગયા છે અને તેને સંતાનોમાં 3 દીકરીઓ પણ છે. મહિલાનો પતિ તેના ઉપર સતત શંકા કરતો હતો. જેના કારણે તે દુઃખી રહેતી હતી. આ દરમિયાન જ તેની મુલાકાત 17 વર્ષના સગીર સાથે થઇ. મહિલા તેની સામે પોતાનું દુઃખ ઠાલવી અને હળવી થતી હતી.

આ દરમિયાન મહિલાને લાગ્યું કે સગીર તેનો સહારો બનશે,  જેના કારણે તેને સગીરને લઈને ભાગી જવાનું આયોજન કર્યું. પરંતુ ભાગવા માટે તેમની પાસે પૈસા નહોતા. સગીરે ગમે તેમ કરીને 350 રૂપિયાની વ્યવસ્થા કરી લેતા બંને બસમાં બેસી અને મહીસાગર જિલ્લાના સંતરામપુર પહોંચી ગયા હતા. ત્યાં પણ રોકાવવા માટે પૈસા ના હોવાના કારણે સગીરે તેનો મોબાઈલ 500 રૂપિયામાં વેચી દીધો હતો. સંતરામપુરમાં રોકાઈને બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા.

આ દરમિયાન મહિલા અને સગીરના પરિવારો તેમને શોધી રહ્યા હતા. પરંતુ તેમને તેમનો કોઈ પત્તો ના લાગતા આખરે પોલીસનો સહારો લીધો હતો. પોલીસને બંને સંતરામપુરમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે બંને પકડવા માટે સંતરામપુરની વાટ પકડી હતી. બંને જણા પોલીસના હાથે લાગી ગયાં હતાં.