ખબર ફિલ્મી દુનિયા

કરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર સમેત 8 લોકો ઉપર સુશાંતની આત્મહત્યા બાદ બિહારમાં કેસ દાખલ

બોલીવુડના ખુબ જ લોકપ્રિય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના જ ઘરમાં ગાલે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધા બાદ બોલીવુડના ઘણા લોકો નેપોટિઝ્મ જેવા મુદ્દાઓ ઉપર સામે આવ્યા હતા. પોલીસ પણ સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ શોધવામાં લાગી ગઈ છે અને ઇન્ડસ્ટ્રીના ઘણા રહસ્યો પણ સામે આવી રહ્યા છે. હવે આ મુદ્દે બોલીવુડના કેટલાક દિગ્ગજ નામ વિરુદ્ધ બિહારમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Image Source

હાજીપુર સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયિક દંડાધિકારી પ્રેમચંદ વર્માની કોર્ટમાં બુધવારના રોજ અભિનેતા સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપડા, સાજીદ નડિયાદવાલા, ભૂષણ કુમાર, દિનેશ વીજાયન જેવા 8 લોકો વિરુદ્ધ સુશાંતની આત્મહત્યાના મામલામાં પરીવાડ પાત્ર દાખલ કરવામાં આવ્યો છે.

Image Source

સ્થાનીય ભાજપના નેતા ડોક્ટર અજિત કુમાર સિંહે આ પરીવાડ પાત્રમાં આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નહિ પરંતુ ષડયંત્ર, કાવતરું અને માનસિક પ્રતાડન કરીને આત્મહત્યા કરવા માટે મજબુર કરવામાં આવ્યો હતો.

Image Source

પરીવાળીએ કોર્ટમાં જણાવ્યું કે સલમાન ખાન, કરણ જોહર, સંજય લીલા ભણસાલી સહીત બધા જ અભિયુક્તોએ કાવતરું અને ષડયંત્ર કરીને બિહારના ઉભરતા કલાકારનો બહિષ્કાર કરીને અલ અલગ દબાવ બનાવીને હેરાન કરી રહ્યા હતા. ષડયંત્રની રીતે સાત ફિલ્મોમાંથી સુશાંત સિંહને બહાર કરી દેવામાં આવ્યો હતો. આત્મહત્યા માટે મજબુર કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કોરની બહાર નીકળતા જ પરીવાળી ડોક્ટર અજિત કુમારે કહ્યું કે તે સુશાંત સિંહ રાજપૂતને ન્યાય આપાવીને જ રહેશે, તેના માટે સંઘર પણ ચાલુ જ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.