આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધણધણી ઉઠી, આ ફેમસ અભિનેતા પર ગંદુ કામ કરવાનો આરોપ લાગ્યો કે પોલીસ થઈ દોડતી

મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર અને પ્રોડ્યુસર વિજય બાબુ આ દિવસોમાં ઘણી મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેતા વિરુદ્ધ કથિત જાતીય શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. કેરળ પોલીસ તરફથી કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ વિજય બાબુ વિરુદ્ધ એર્નાકુલમ દક્ષિણ પોલીસમાં ફરિયાદ કર્યા પછી તરત જ પોલીસે કેસ નોંધ્યો હતો. પોલીસને 22 એપ્રિલેના રોજ અભિનેતા વિરુદ્ધ ફરિયાદ મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદ મુજબ વિજય બાબુ પર એક મહિલાને ફિલ્મોમાં કામ અપાવવાનું વચન આપીને અનેકવાર યૌન શોષણ કરવાનો આરોપ છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે વિજય બાબુએ કોચીના એક ફ્લેટમાં તેનું યૌન શોષણ કર્યું હતું. ફરિયાદી કોઝિકોડ જિલ્લાની રહેવાસી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજય બાબુએ મહિલાને ફિલ્મોમાં કામ કરવાનું વચન આપ્યું હતું, જે તેણે આજ સુધી પૂરું કર્યું નથી. હવે મહિલાની ફરિયાદ પર વિજય બાબુ પર કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આ કેસમાં ન તો અભિનેતાની પૂછપરછ કરવામાં આવી છે અને ન તો તેની અટકાયત કરવામાં આવી છે, હવે આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

આવી સ્થિતિમાં વિજય બાબુએ લાઈવ સેશનમાં પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેણે દાવો કર્યો છે કે વાસ્તવમાં તે પોતે પીડિત છે. આ સિવાય તેનુ કહેવુ છે કે તેના પર જેવો આરોપ લગાવવામાં આવ્યો છે તેવુ તેણે ક્યારેય કર્યુ નથી. જણાવી દઇએ કે વિજય બાબુ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મો આપી છે. અભિનેતા હોવા ઉપરાંત તે એક સફળ નિર્માતા પણ છે.

વિજય બાબુને તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ ‘ફિલિપ્સ એન્ડ ધ મંકી પેઈન’ માટે કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. 45 વર્ષીય વિજય બાબુનો જન્મ 14 મે 1976ના રોજ કોલ્લમમાં થયો હતો. તેમના પિતાનું નામ સુભાષ ચંદ્ર બાબુ અને માતાનું નામ માયા બાબુ છે. વિજય બાબુને વિજયલક્ષ્મી સૂરજ નામની એક બહેન પણ છે. વિજય બાબુએ પ્રારંભિક શિક્ષણ કોલ્લમની સેન્ટ જુડ સ્કૂલ અને ચેન્નાઈની લોયોલા કોલેજમાંથી કર્યું હતું.

આ પછી તેણે મુંબઈમાં સ્ટાર ઈન્ડિયા સાથે કરિયરની શરૂઆત કરી. બાદમાં તેણે નોકરી છોડીને દુબઈમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો. થોડા વર્ષો સુધી બિઝનેસ કર્યા બાદ વિજય બાબુ 2009માં કેરળ પરત ફર્યા. અહીં તેઓ સૂર્યા ટીવીના વાઇસ પ્રેસિડેન્ટ હતા. 2013માં તેણે મીડિયા કરિયર છોડીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. વિજય બાબુએ ઘણી મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. આમાં પેરુચાજી, હોમા, મુદ્દુગૌ, આદુ અને અદુ 2 મુખ્ય છે.

વિજય બાબુએ દુબઈ સ્થિત કર્મચારી સ્મિતા સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર છે. વિજય બાબુની ફ્રાઈડે ફિલ્મ હાઉસ નામની પોતાની પ્રોડક્શન કંપની છે. ફ્રાઈડે ફિલ્મ હાઉસે 2014માં 7 કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારો જીત્યા છે. વિજય બાબુ ફિલિપ્સ અને મંકી પેન અને નીના ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે.

Shah Jina