રસોઈ

ગાજરના ટેસ્ટી લાડુ બનવવાની પરફેક્ટ રીત, આ રીતે બનાવો ખાતા જ રહી જશો

શિયાળાના સમયમાં બજારની અંદર ગાજર ભરપૂર મળવા લાગશે, જેના કારણે લોકો પોતાના ઘરે ગાજરનો હળવો ખાસ બનાવીને ખાતા હશે. ગાજરમાં વિટામિન એ, શુગર, ફાયબર,પ્રોટીન અને કાર્બ્સ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક પણ છે. પરંતુ શું તમે ક્યારેય ગાજરના લાડુ ખાધા છે? તો આજે અમે તમને ખાસ ગાજરના લાડુ બનાવવાની રેસિપી બતાવવાના છીએ. જે ખાવામાં ખુબ જ ટેસ્ટી પણ છે. અને બનાવવામાં પણ માત્ર 15થી 30 મિનિટનો સમય જ લાગશે.

Image Source

ગાજરના લાડુ બનાવવા માટેની સામગ્રી:

 • 500 ગ્રામ ગાજર
 • 100 ગ્રામ ખાંડ
 • 100 ગ્રામ મિલ્ક પાઉડર
 • 3 ટેબલ સ્પૂન ઘી
 • 1 ટેબલ સ્પૂન ઈલાયચી પાઉડર
 • 1 ટેબલ સ્પૂન કાજુ (ઝીણા કાપેલા)
 • 8-10 દ્રાક્ષ
 • 1 કપ નારિયેળ પાઉડર
 • 1 ટેબલ સ્પૂન પિસ્તા( ઝીણા કાપેલા)
Image Source

ગાજરના લાડુ બનાવવાની રીત:

 • ગાજરના લાડુ બનાવવા માટે સૌથી પહેલા ગાજરને ધોઈને છીણી લેવા
 • છીણેલા ગાજરને એક વાસણની અંદર લેવા, જો વધારે પાણી હોય તો પાણી નીચોવી નાખવું.
 • કઢાઈમાં ઘી મૂકીને ધીમી આંચ ઉપર ગરમ કરવું.
 • તેની અંદર ગાજરનું છીણ નાખીને રંગ બદલાવ સુધી તેને પકાવવું. આ દરમિયાન ગેસની આંચ ધીમી રાખવી કારણ કે ગાજર બળી ના જાય.
 • જયારે ગાજરનું પાણી સુકાઈ જાય અને રંગ બદલાઈ જાય ત્યારે તેમાં ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરી દેવો.
 • આ મિશ્રણને સારી રીતે ભેળવીને સુકાઈ ના જાય ત્યાં સુધી પકાવવું. કારણ કે ખાંડ નાખવાથી પાણી છોડશે.
 • ત્યારબાદ ગાજરની અંદર મિલ્ક પાઉડર, દ્રાક્ષ, કાજુ નાખીને 4-5 મિનિટ સુધી પકાવવું.
 • ગેસની આંચ બંધ કરીને તેને ઠંડુ થવા દેવું.
 • જયારે મિશ્રણ ઠંડુ થઇ જાય ત્યારે હથેળી ઉપર થોડું ઘી લગાવું. મિશ્રણમાંથી નાનો ભાગ લઈને તેને લાડુ આકારમાં વાળી દેવા.
 • આ રીત જ મિશ્રણમાંથી એક એક કરીને લાડુ તૈયાર કરવા.
 • 1 થાળીની અંદર નારિયેળ પાઉડર નાખીને આ લાડુને રોલ કરી લેવા.
 • આ લાડવાને અલગ અલગ વાસણમાં મૂકીને ઉપરથી ઝીણા કાપેલા પિસ્તા નાખી દેવા.
 • તમારા ટેસ્ટી ગાજરના લાડુ તૈયાર છે. આ લાડુને તમે 2-3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો.
Image Source

આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવી જ સરસ માઝની રેસિપી માટે જોડાયેલા રહો અમારી સાથે. અમે તમને હરહંમેશ આવી ચટકારા ભરી રેસિપી આપતા રહીશું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.