રન-વે ઉપર લેન્ડ થવાની સાથે જ બે ટુકડામાં વહેંચાઈ ગયું આખું જ પ્લેન, દુર્ઘટના જોઈને ફફડી ઉઠ્યા લોકો, જુઓ વીડિયો

દેશ અને દુનિયામાં રોજ ઘણી એવી હેરાન કરનારી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને આપણે પણ ચોંકી ઉઠીએ. ઘણા અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા જ આપણા પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વરયલ થઇ રહ્યો છે.

દક્ષિણ અમેરિકાના દેશ કોસ્ટા રિકામાંથી આ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિની આત્મા કંપી ઉઠશે. કોસ્ટા રિકાની રાજધાની સેન જોસના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન દુર્ઘટના ઘટી હતી જેમાં આખા જ પ્લેનના બે ટુકડા થઇ ગયા. આ જોઈને એરપોર્ટ ઓફિસર સહિત ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે પ્લેન રનવે પર લપસી ગયું અને બે ભાગમાં વહેંચાઈ ગયું. આ પછી ઘણા લોકોએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી અને પછી તેને સોશિયલ મીડિયા પર શેર કરી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ હાલ નથી. જે પ્લેન ક્રેશ થયું તે DHL કંપનીનું કાર્ગો પ્લેન હતું, જે ગુરુવારે અહીં પહોંચ્યું હતું.

આ અકસ્માત બાદ એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. જોકે, આ અકસ્માતમાં કોઈ ક્રૂ મેમ્બરને પણ ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એરક્રાફ્ટ રનવે પર નીચે આવે છે અને ધીમે ધીમે તેની સ્પીડ ઓછી કરી રહ્યું છે. પરંતુ આ દરમિયાન પ્લેનની પાછળથી ધુમાડો નીકળતો જોવા મળે છે. થોડી જ ક્ષણોમાં પ્લેન રનવે પર જ બે ટુકડા થઈ જાય છે. આ પછી એક વાહન મદદ માટે વિમાનની નજીક પહોંચે છે.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે બોઇંગ-757 એ રાજધાનીની પશ્ચિમે આવેલા જુઆન સાંતામારિયા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ હાઇડ્રોલિક સિસ્ટમમાં નિષ્ફળતાની જાણ થતાં તેણે પરત ફરવાનું નક્કી કર્યું હતું. કોસ્ટા રિકા ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર હેક્ટર ચાવેઝે જણાવ્યું હતું કે એરપોર્ટ પર ઉતરતી વખતે પ્લેન લપસી ગયું અને બે ભાગમાં વિભાજિત થઈ ગયું. ચાવેઝે જણાવ્યું હતું કે પાઇલટ અને કો-પાયલટને બચાવવા માટે એકમો તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા. તેઓએ પ્લેનના ઓઇલ સ્પીલને રોકવા માટે ફોમનો ઉપયોગ કર્યો છે અને હવે ઇંધણને ડ્રેનેજ સિસ્ટમ સુધી પહોંચતું અટકાવવા માટે પણ કામ કરવામાં આવ્યુ.

Niraj Patel