દર મહીને 50 હજાર રૂપિયાની કમાણી કરવા માંગો છો તો 25 હજાર રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ- જાણો કેવી રીતે કરશો

ફક્ત 25 હજાર રૂપિયામાં પણ શરૂ કરી શકો છો આ મોટો બિઝનેસ, દર મહીને બંપર કમાણીના ખુલશે રસ્તા

આજના ભાગદોડભર્યા જીવનમાં, દરેક વ્યક્તિ પોતાનો કોઈ વ્યવસાય કરવા માંગે છે, જેમાંથી તે ઘણું કમાઈ શકે. આવી સ્થિતિમાં, તમે ઘરે બેસીને નાનો વ્યવસાય શરૂ કરી શકો છો જેમાં નોકરી કરતાં વધુ કમાણી થવાની સંભાવના છે. અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે 25,000 રૂપિયાનું રોકાણ કરીને સરળતાથી દર મહિને 50,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ વ્યવસાય કાર ધોવાનો છે. આ એક સારો બિઝનેસ સાબિત થઈ શકે છે. સારી વાત એ છે કે જો તમારું કામ ચાલે છે, તો તમે કાર મિકેનિકને હાયર કરીને તમારા વ્યવસાયમાં એક નવું યુનિટ પણ ઉમેરી શકો છો. ચાલો જાણીએ કે આ બિઝનેસ કેવી રીતે શરૂ થશે.

કાર ધોવાના પ્રોફેશનલ કે કોમર્શિયલ મશીનો પણ એક લાખ રૂપિયામાં આવે છે. પરંતુ જ્યાં સુધી ખબર ન પડે કે તમારી પાસે કેટલી કાર આવી રહી છે ત્યાં સુધી તે ન લાવવુ જોઇએ. બજારમાં કોમર્શિયલ મશીનની કિંમત 12,000 રૂપિયાથી શરૂ થાય છે. જો તમે આમાં બે હોર્સપાવરની મોટર લગાવો છો, તો તેનો ખર્ચ લગભગ 14 હજાર રૂપિયા થશે, જેમાં પાઇપથી લઈને નોઝલ સુધીની દરેક વસ્તુ સામેલ છે. આ સિવાય તમારે 30 લીટરનું વેક્યુમ ક્લીનર લેવું પડશે જે લગભગ 9થી 10 હજાર રૂપિયામાં મળશે. ધોવા માટેની વસ્તુઓ જેમાં શેમ્પૂ, ગ્લોવ્સ, ટાયર પોલિશ અને ડેશબોર્ડ પોલિશ પાંચ લિટરમાં લઈ શકાય છે, તો આ બધું મળીને લગભગ 1700 રૂપિયા થશે.

કાર ધોવાના ચાર્જ દરેક શહેરમાં અલગ અલગ હોય છે. સામાન્ય રીતે નાના શહેરોમાં તેની કિંમત 150-450 રૂપિયા સુધી હોય છે. ત્યાં, મોટા શહેરોમાં તેની કિંમત 250 રૂપિયા સુધી પહોંચી શકે છે. બીજી તરફ, સ્વિફ્ટ ડીઝાયર, હ્યુન્ડાઈ વર્ના જેવી કાર પર 350 રૂપિયા અને SUV પર 450 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે. જો તમને દિવસમાં 7-8 કાર મળશે અને કાર દીઠ સરેરાશ રૂ. 250 કમાવવાનું શરૂ કરો, તો દરરોજ રૂ. 2000 સુધીની કમાણી શક્ય છે. તમે કારની જેમ બાઇક પણ ધોઇ શકો છો અને આવી રીતે તમે 40થી 50 હજાર રૂપિયા સુધીની કમાણી પણ કરી શકો છો

પરંતુ આ માટે તમારે કાર વોશિંગ સેન્ટર ખોલવા સૌથી પહેલા એક સારું લોકેશન જોવું પડશે જ્યાં લોકોની અવરજવર વધુ રહે છે. પરંતુ દુકાન એવી જગ્યાએ લેવી જ્યાં પાર્કિંગની જગ્યા હોય કે વાહનો સરળતાથી આવી શકે. જો દુકાન તમારી છે, તો વધુ સારું, તમે મિકેનિકની દુકાનનું અડધુ ભાડું ચૂકવીને તમારું કાર ધોવાનું કામ શરૂ કરી શકો છો. આનાથી પૈસાની પણ બચત થશે અને તમે એ પણ જોઈ શકશો કે તે વિસ્તારમાં કેવો પ્રતિસાદ છે.

Shah Jina