હાઇવે પર કાર ઉભી રાખી ટી શર્ટ ઊંચી કરીને રીલ બનાવી રહી હતી આ ઈનફ્લુએન્સર, પોલીસે લગાવ્યો અધધધ હજારનો દંડ, જુઓ વીડિયો

ચાબુક જેવી છોકરીએ હાઇવે પર ઉભા રહીને બનાવી રીલ, આવતા જતા વાહનો સામે આપી રહી હતી ફ્લાઈંગ કિસ.. વીડિયો વાયરલ થતા જ પોલીસ આવી એક્શનમાં.. જુઓ વીડિયો

આજકાલ સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે અને ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અવનવા વીડિયો બનાવીને પોસ્ટ કરતા હોય છે. ઘણીવાર આવા લોકો વીડિયો બનાવવાના ચક્કરમાં એવા કાંડ કરી બેસતા હોય છે કે તે કાયદાકીય ચેપડામાં પણ ફસાઈ જાય છે અને પછી તેમને મોટો દંડ પણ ભરવો પડે છે અને ઘણીવાર તો જેલની હવા પણ ખાવી પડે છે.

ત્યારે હાલ એવી જ એક સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર પણ આવા ચક્કરમાં ફસાઈ ગઈ. તેને પણ હાઇવે પર ઉભા રહીને રીલ બનાવવી ભારે પડી ગઈ. આ મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી, જ્યાં વૈશાલી ચૌધરી નામની ઇન્સ્ટાગ્રામ પ્રભાવકે રીલ બનાવવાના ચક્કરમાં રોડ સેફટીના નિયમને ચકનાચૂર કરી નાખ્યા, જે બાદ પોલીસે તેના પર 17,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો.

વૈશાલી ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પર 6,52,000 કરતા વધુ ફોલોઅર્સ છે. તેણે રીલ બનાવવા માટે હાઇવે પર પોતાની કાર રોકી દીધી અને પછી ત્યાં જ ટહેલવા લાગી. જયારે ત્યાંથી કોઈ ગાડી નીકળી ત્યારે વૈશાલી પોઝ આપતી અને રીલ પણ બનાવતી હતી. જેના કારણે રસ્તે જતા આવતા લોકોને ખુબ જ હેરાનગતિનો સામનો પણ કરવો પડ્યો હતો.

જેવો જ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ગાજિયાબાદ પોલીસે પણ તેના પર એક્શન લીધું અને 17 હજારનો દંડ પણ લગાવ્યો. આ વીડિયોને લઈને ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે ટ્વિટર પર કહ્યું કે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.આ ઘટના સાહિબાબાદની છે.

Niraj Patel