આમાં વાંક કોનો ? સિગ્નલ આવતા કાર ચાલકે બ્રેક મારી અને પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલો બાઈક ચાલક કારને અથડાઈ બોનેટ પર પડ્યો… જુઓ વીડિયો

પાછળથી બાઈક ચાલકે એવી જબરદસ્ત ટક્કર મારી કે બાઈક વાળો ઉછળીને સીધો કારના આગળના ગ્લાસ પર પડ્યો, કાચ પણ તૂટીને થયો ચકનાચુર, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જતા હોય છે. ઘણીવાર કેટલાક અકસ્માતની ઘટનાઓના વીડિયો પણ સામે આવતા હોય છે. જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે જેમાં કેટલાય લોકો મોતને પણ ભેટે છે.

તો આવા અકસ્માતની ઘણી ઘટનાઓ આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થઇ જતી હોય છે. જેને જોઈને આપણે વાંક કોનો હતો તે પણ અનુમાન લગાવી શકીએ છીએ. ત્યારે હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે જેમાં વાંક કોનો છે તે શોધવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે અને તેના કારણે લોકો વીડિયોને જોઈને પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક સિગ્નલ પાસે વાહનોની અવર જવર ચાલુ છે. એ દરમિયાન જ દૂરથી એક લાલ રંગની કાર આવી રહી છે. ત્યારે જ ત્યાં સિગ્નલ પાસેથી એક કૂતરું પસાર થઇ રહ્યું છે. કાર ચાલકે તેને જોતા જ સિગ્નલની પાસે લાવીને કારને ઉભી કરી દીધી. એ સમયે જ પાછળથી એક બાઈક ચાલક પોતાની બાઈકને પુરપાટ ઝડપે હંકારીને લઈને આવતો હોય છે.

જેવો જ બાઈક ચાલક કારની નજીક પહોંચે ત્યારે તેની બાઈક કારની પાછળ ટકરાય છે અને તે વ્યક્તિ કાર ઉપરથી કૂદીને કારના આગળના મેઈન ગ્લાસ પર આવીને પડે છે. જેના કારણે કાચ પણ તૂટી જાય છે. સારું હતું કે તે વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હતું. નહિ તો તેનો જીવ પણ ચાલ્યો જતો અથવા તો તે ગંભીર રીતે ઘાયલ પણ થઇ જતો. આ વીડિયોને ટ્વિટર પર કોપ પોસ્ટકાસ્ટ નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને વાંક કોનો છે એમ પૂછવામાં આવ્યું છે. આ વીડિયોને અત્યાર સુધી 2.9 મિલિયન લોકો જોઈ ચુક્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel