દુઃખદ સમાચાર: ઋષભ પંત પછી વધુ એક મોટી હસ્તીનું થયું ખતરનાક અકસ્માત, નિધન થતા જ દુનિયાના લોકો ચોંકી ઉઠ્યા

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ રોજ બરોજ સામે આવતી હોય છે. ઘણા અકસ્માતની અંદર કેટલાય લોકો ઘાયલ પણ થતા હોય છે અને કેટલાયના નિધન પણ થઇ જતા હોય છે. થોડા દિવસ પહેલા જ ક્રિકેટર ઋષભ પંતને એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો.

ત્યારે હાલ વધુ એક એવી જ ખબર સામે આવી રહી છે. જેમાં એક રેસરનું દુઃખદ અવસાન થયું છે. જાણીતા રેસર કે ઇ કુમારનું રવિવારે ચેન્નાઈમાં કાર રેસ દરમિયાન અવસાન થયું હતું. તેમની કાર રેસ દરમિયાન અકસ્માતમાં સપડાઈ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ 59 વર્ષીય રેસરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.

કે ઇ કુમાર મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે MRF MMSC FMSCI ઈન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા હતા, ત્યારે તેમની કારનો અકસ્માત થયો હતો. રેસ દરમિયાન કે ઈ કુમારની કાર સ્પર્ધકની કાર સાથે અથડાઈ હતી. ટક્કર બાદ તેમની કાર ટ્રેક પરથી ઉતરી ગઈ અને બાઉન્ડ્રી સાથે અથડાયા બાદ જમીન પર ઉંધી પડી હતી.

ઘટના બાદ તરત જ રેસ રોકી દેવામાં આવી હતી. ક્રેશ થયેલી કારમાંથી કે ઇ કુમારને બહાર કાઢવામાં આવ્યા હતા. મેડિકલ સેન્ટરમાં પ્રાથમિક તપાસ બાદ તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. રેસ મીટના ચેરમેન વિકી ચંડોકે પણ આ બાબતે નિવેદન આપ્યું હતું.

તેમને કહ્યું કે, “આ સૌથી કમનસીબ ઘટના છે. કુમાર એક અનુભવી રેસર હતો. હું તેને ઘણા દાયકાઓથી મિત્ર અને સ્પર્ધક તરીકે ઓળખું છું. MMSC અને સમગ્ર સમુદાય તેના નિધન પર શોક વ્યક્ત કરે છે અને પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના પણ વ્યક્ત કરી છે.” ચંડોકે કહ્યું કે રમત માટે રાષ્ટ્રીય સંચાલક મંડળ, એફએમએસસીઆઈ અને આયોજકો, એમએમએસસીએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

આ દરમિયાન, કુમારના સન્માનમાં દિવસના બાકીના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. તેઓ એમએમએસસીના આજીવન સભ્ય હતા. ત્યારે ઘણા લોકો તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. તેમને એમ પણ જણાવ્યું કે કુમારના સન્માનમાં તેમને ઇન્ડિયન નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપની બાકીની ઇવેન્ટ પણ રદ્દ કરી દીધી છે.

Niraj Patel