ધોરાજીમાં સર્જાયો રૂંવાડા ઉભા કરી દેનારો અકસ્માત, કારનું ટાયર ફાટતા જ કાર રેલિંગ તોડીને નદીમાં ખાબકી, 3 મહિલાઓ સહિત 4ને મોત ભરખી ગયું

ધોરાજી નજીક ટાયર ફાટતાં કાર પુલ નીચે ખાબકતા 3 મહિલા અને એક પુરુષનું મોત, સોમયજ્ઞમાંથી ફરતા બે પરિવાર પર કાળ ત્રાટક્યો

Car Plunged Into The River dhoraji : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ખબરો સામે આવતી રહે છે. ઘણા લોકો અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ખબર ધોરાજીમાંથી સામે આવી છે, જ્યાં ચાલુ કારનું ટાયર ફાટતા જ કાર સીધી જ નદીમાં જઈને ખાબકી હતી અને આ ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના કરુણ મોત પણ નિપજ્યા હતા. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં પણ ચકચારી મચી ગઈ હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં ધોરાજી પાસે આવેલ ભાદર નદીના પુલ પાસેથી એક I20 કાર પસાર થઇ રહી હતી. આ દરમિયાન અચાનક જ કારનું ટાયર ફાટ્યું હતું, જેના બાદ કાર ચાલકે સ્ટેયરીંગ પરથી પોતાનો કાબુ ગુમાવતા કાર રેલિંગ તોડીને સીધી જ ભાદર નદીમાં ખાબકી ગઈ હતી. ઘટનાને લઈને આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા જ તાત્કાલિક કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ફાયર વિભાગ દ્વારા નદીમાં ખાબકેલી કાર અને તેમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ કારમાં સવાર ચારેય લોકોના મૃતદેહ જ બહાર આવ્યા હતા. જેમાં બે મહિલાઓ, એક યુવતી અને એક પુરુષ સમેત ચારેય લોકોના ઘટના સ્થળે જ દુઃખદ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ મૃતકો ધોરાજીના જેતપુર રોડ નજીકના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ માંડાસણથી ધોરાજી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કારનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

મૃતકોમાં 55 વર્ષીય સંગીતાબેન કોયાણી, 52 વર્ષીય લીલાવંતીબેન ઠુમ્મર, 55 વર્ષીય દિનેશભાઈ ઠુમ્મર અને 22 વર્ષીય હાર્દિકાબેન ઠુંમ્મર હોવાનું સામે આવ્યું છે. કસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકનાં પરિવારજનો તથા સ્થાનિક ભાજપનાં અગ્રણીઓ તથા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટનાં હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. ઘટનાને લઈને આસપાસના ગામોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હ્ચે. હાલ પોલીસે તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel